સરકારી બાબુને ચાલુ સભામાં ઉંઘ નોકરી માટે ખતરારૂપ સાબીત થઈ
ભુજ શહેરમાં ટાઉન હોલમાં આયોજિત સનદ વિતરણ કાર્યક્રમમાં ચીફ ઓફિસર કેમેરામાં ઉંઘતા ઝડપાયા હતા-ભુજમાં CMના ભાષણ વખતે ચીફ ઓફિસરને ઉંઘવુ ભારે પડ્યુ
કચ્છ, કચ્છના ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમમાં ભુજ પાલિકાના ચીફ ઓફિસરને ઉંઘવું ભારે પડયું છે. કલાસ ૧ અધિકારીની આ ક્ષતિ બદલ તેમને રાજ્ય સ્તરેથી ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે.
આ સરકારી બાબુને બે ઘડીની ઊંઘ તેની નોકરી માટે ખતરારૂપ સાબીત થઈ છે. શનિવારે ભૂજના ટાઉનહોલમાં સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો. જયાં મુખ્યમંત્રીના ભાષણ સમયે ચીફ ઓફિસર શ્રોતા ગણની બીજી હરોળમાં ખુરશી પર સુઈ ગયા હતા. (જૂઓ વિડીયો)
કચ્છ
CM ભૂપેન્દ્ર પટેલ ભૂજના નવવિકાસની વાતો કરી અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઊંઘતા રહ્યા
ભુજના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે અને ખુદ CM ભુજના રિલોકેશન સાઇડના આવાસોની સનદ આપવા માટે ભુજ આવ્યા
CM લોકો માટે વિકાસની વાત કરતા રહ્યા અને ચીફ ઓફિસર ઊંઘતા રહ્યા
શું આમ વિકાસ થશે ભુજનો.? pic.twitter.com/2L0o3kyVpU
— Nitin Garva (@garvanitin2) April 29, 2023
ઊંઘી રહેલા ચીફ ઓફિસરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભૂજ શહેરના ટાઉનહોલ ખાતે ભૂંકપ અસરગ્રસ્ત લોકોને મકાનના માલિકી હક્ક માટે સનદ વિતરણનો કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો. તેમાં મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન ચીફ ઓફિસર શ્રોતા ગણની બીજી હરોળમાં ખુરશી પર સુઈ ગયા હતા. ઊંઘી રહેલા ચીફ ઓફિસરનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.
જે અનુસંધાને આજે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ મનિષ શાહ દ્વારા તેમને ફરજ મોકુફ કરવામાં આવ્યાં છે. ભુજ શહેરમાં ટાઉન હોલમાં આયોજિત સનદ વિતરણ કાર્યક્રમ દરમિયાન સીએમના ભાષણ સમયે ચીફ ઓફિસર જીગર પટેલ કેમેરામાં ઉંઘતા ઝડપાયા હતા. ક્લાસવન અધિકારી જીગર પટેલને ફરજ સમયે બેદરકારી બદલ ફરજ મોકુફ કરાયા છે.