Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મહિલાને ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપનાર બીજો મહાઠગ ઝડપાયો

કિરણ પટેલ જેવા જ બીજા મહાઠગને પોલીસે ઝડપ્યો-વિરાજ પટેલે ખોટી ઓળખ આપી મહિલા મોડલને ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી-

વડોદરા,  મહાઠગ કિરણ પટેલ પાર્ટ -૨ વડોદરાથી સામે આવ્યો છે. વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલ સીએમઓની ખોટી ઓળખ આપીને લાભ ઉઠાવતો હતો. મહા ઠગ કિરણ પટેલ જેવું જ એક બીજુ કાંડ બહાર આવ્યું છે. #CMOGujaratની ખોટી ઓળખ આપીને ધાક જમાવતો વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલની ધરપકડ કરવામાં આવી છે. Another big thug who lured a woman to become an ambassador of Gift City was caught

ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેની સામે બે ફરિયાદ નોંધી છે. વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની ખોટી ઓળખ આપી હતી અને મહિલા મોડલને ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.

ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો. વિરાજે આ મહિલા મોડલને ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ લાલચ આપી હતી. આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહાઠગ વિરાજ પટેલે નકલી ઓળખ ઉભી કરવા માટે નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહાઠગ વિરાજ પટેલ ગાંધીનગરના સરગણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહેતો હોવાની હકીકત સામે આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers