Western Times News

Gujarati News

સરકારી બાબુને ચાલુ સભામાં ઉંઘ નોકરી માટે ખતરારૂપ સાબીત થઈ

ભુજ શહેરમાં ટાઉન હોલમાં આયોજિત સનદ વિતરણ કાર્યક્રમમાં ચીફ ઓફિસર કેમેરામાં ઉંઘતા ઝડપાયા હતા-ભુજમાં CMના ભાષણ વખતે ચીફ ઓફિસરને ઉંઘવુ ભારે પડ્યુ

કચ્છ,  કચ્છના ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમમાં ભુજ પાલિકાના ચીફ ઓફિસરને ઉંઘવું ભારે પડયું છે. કલાસ ૧ અધિકારીની આ ક્ષતિ બદલ તેમને રાજ્ય સ્તરેથી ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે.

આ સરકારી બાબુને બે ઘડીની ઊંઘ તેની નોકરી માટે ખતરારૂપ સાબીત થઈ છે. શનિવારે ભૂજના ટાઉનહોલમાં સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો. જયાં મુખ્યમંત્રીના ભાષણ સમયે ચીફ ઓફિસર શ્રોતા ગણની બીજી હરોળમાં ખુરશી પર સુઈ ગયા હતા. (જૂઓ વિડીયો)

ઊંઘી રહેલા ચીફ ઓફિસરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભૂજ શહેરના ટાઉનહોલ ખાતે ભૂંકપ અસરગ્રસ્ત લોકોને મકાનના માલિકી હક્ક માટે સનદ વિતરણનો કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો. તેમાં મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન ચીફ ઓફિસર શ્રોતા ગણની બીજી હરોળમાં ખુરશી પર સુઈ ગયા હતા. ઊંઘી રહેલા ચીફ ઓફિસરનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.

જે અનુસંધાને આજે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ મનિષ શાહ દ્વારા તેમને ફરજ મોકુફ કરવામાં આવ્યાં છે. ભુજ શહેરમાં ટાઉન હોલમાં આયોજિત સનદ વિતરણ કાર્યક્રમ દરમિયાન સીએમના ભાષણ સમયે ચીફ ઓફિસર જીગર પટેલ કેમેરામાં ઉંઘતા ઝડપાયા હતા. ક્લાસવન અધિકારી જીગર પટેલને ફરજ સમયે બેદરકારી બદલ ફરજ મોકુફ કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.