Western Times News

Gujarati News

સ્કૂલ પાસે ખંડણી માંગી ધમકી આપનાર યૂ-ટ્યૂબ ચેનલના તંત્રીની ધરપકડ

પોલ ખોલ યૂ-ટ્યૂબ ચેનલના તંત્રી (Pol Khol YouTube channel editor) આશિષ કંજારિયાની ધરપકડ થઈ -પોતાની ઓળખાણ વાલી મંડળ પ્રમુખ-RTI Activist તરીકે આપીને સ્કૂલના ટ્રસ્ટ-સંચાલકો પાસેથી પૈસા પડાવતો હતો

અમદાવાદ,  અમદાવાદ શહેર અને જિલ્લાની સ્કૂલો વિરુદ્ધ આરટીઆઈ કરીને સ્કૂલને બદનામ અને બંધ કરાવી દેવાની ધમકી આપનારા પોલ ખોલ યૂ-ટ્યૂબ ચેલના તંત્રી આશિષ કંજારિયાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. Pol Khol YouTube channel editor Ashish Kanjariya arrested for demanding ransom from school

મણિનગરની એક સ્કૂલના સંચાલક પાસેથી આશિષે રૂ.૧૦ લાખની ખંડણી માગી હતી. ઉપરાંત તે પોતાની ઓળખાણ વાલી મંડળના પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ (RTI activist) તરીકે આપીને સ્કૂલના ટ્રસ્ટ-સંચાલકો પાસેથી પૈસા પડાવતો હતો.આશિષ વિરુદ્ધ બીજી અરજીઓ અને રજૂઆતો આવી હોવાથી પોલીસે તેની વિરુદ્ધ વધુ ફરિયાદો નોંધવા તજવીજ શરૂકરાઈ છે.

મણીનગર જયહિન્દ ચાર રસ્તા પાસેની એજ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ટ્રસ્ટી (Edunova Science Higher Secondary School Trustee) સંજયસિંગ પરમપાલસિંગે (૪૫) બોપલ ભવ્ય પાર્કમાં આવેલા અંગીરા એપાર્ટમેન્ટમાં (Bopal Bhavya Park, Angira Apartment Ahmedabad Gujarat) રહેતા પોલ ખોલ યુ-ટયૂબ ચેનલના એડિટર (YouTube channel editor) આશિષ અરવિંદભાઈ કંજારિયા(૪૪) Ashish Arvindbhai Kanjariya વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, આશિષ ચેનલના એડિટર ઉપરાંત વાલી મંડળના પ્રમુખ અને આરટીઆઈ RTI Activist એકિટવિસ્ટ હોવાનું કહીને સંજયસિંગને ફોન કરતો હતો.

જેમાં તેણે સ્કૂલ વિરુદ્ધ આરટીઆઈ કરીને માહિતી મેળવી હતી અને તે માહિતીના વીડિયો બનાવીને વહેતા કરવાની ધમકી આપી હતી. આટલું જ નહીં તેમ નહીં કરવા માટે આશિષે સંજયસિંગ પાસેથી રૂ.૧૦ લાખની ખંડણી માગી હતી.

સંજયસિંગની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એસ. ત્રિવેદી  (Crime Branch Ahmedabad PI M S Trivedi) આશિષને પકડવા માટે વાઈડ એંગલ સિનેમા પાસેના ક્રશ કોફી શોપ પાસે પહોંચ્યા હતા. ત્યાંથી આશિષ મળી આવ્યો હતો. પરંતુ ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસે તેની વિરુદ્ધ દારૂનો બીજાે ગુનો નોંધ્યો હતો.

આશિષ કંજારિયા પહેલા સ્કૂલના સંચાલક પાસે પૈસા માગતો હતો. જાે સ્કૂલના સંચાલક પૈસા આપવાની ના પાડે તો તેની વિરુદ્ધ શિક્ષણ વિભાગની જુદી જુદી કચેરીઓમાં આરટીઆઈ કરતો હતો. સ્કૂલ સંચાલકોને ધમકી આપતો હતો કે મારે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાઠગાંઠ છે.

જેથી હું તમારી સ્કૂલને બદનામ કરીને બંધ કરાવી દઈશ. જે સ્કૂલના સંચાલક પૈસા ન આપે તેની વિરુદ્ધનો વીડિયો આશિષ સોશિયલ મીડિયામાં વહેતો કરતો હતો. ત્યારબાદ તે જ સ્કૂલના વિદ્યાર્થી અને વાલીઓને હાથો બનાવીને હડતાળ પડાવતો હતો. આ રીતે સ્કૂલ સંચાલકો પર પૈસા આપવા માટે દબાણ લાવતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે આશિષે અત્યાર સુધી ૩૦ સ્કૂલના વીડિયો બનાવ્યા હતા. તેમજ તેમની વિરુદ્ધ કરેલી આરટીઆઈની માહિતી ભેગી કરીને વોટ્‌સએપ વીડિયો – ઓડિયો કોલ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો. આવા ટ્રસ્ટીઓને પોલીસે આશિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.