Western Times News

Gujarati News

મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનું ભીલડી સુધી લંબાવાઈ

ટ્રેન નંબર 09483/84 મહેસાણા-પાટણ સ્પેશ્યલ ટ્રેન સુધારેલ સમય સાથે દરરોજ દોડશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 09481/09482 મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનને ભીલડી સુધી લંબાવવામાં આવી રહી છે.અને ટ્રેન નંબર 09483/09484 મહેસાણા-પાટણ-મહેસાણા વિશેષ ટ્રેન સુધારેલ સમય સાથે અઠવાડિયામાં 5 દિવસને બદલે દરરોજ દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

·       ટ્રેન નંબર 09481 મહેસાણા-ભીલડી સ્પેશ્યલ 01 મે 2023ના રોજ મહેસાણાથી તેના નિર્ધારિત સમય 18:05 કલાકે પ્રસ્થાન કરી 20:30 કલાકે ભીલડી પહોંચશે.એ જ રીતે ટ્રેન નંબર 09482 ભીલડી-મહેસાણા સ્પેશિયલ ટ્રેન 02 મે 2023થી ભીલડીથી 06.10 કલાકે ઉપડશે અને 08.25 કલાકે મહેસાણા પહોંચશે.માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં ધિણોજ, સેલાવી, રણુંજ, સંખારી, પાટણ, ખલીપુર, કાંસા, વાયડ  અને સિહોર સ્ટેશનો પર ઉભી રહેશે.

·       ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટન સ્પેશલ ટ્રેન 02 મે 2023 થી મેહસાણાથી 06:05 વાગ્યાની જગ્યાએ 12:10 વાગે શરૂ થઈને 12:22 વાગે ધિણોજ, 12:28 વાગે સેલાવી, 12:38 વાગે રણુજ, 12:46 વાગે સંખારી તથા 13:05 વાગે પાટણ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશલ ટ્રેન પાટણથી 19:20 વાગ્યાની જગ્યાએ 09:50 વાગે શરૂઆત થઈ 09:56 વાગે સંખારી, 10:03 વાગગે રણુજ, 10:12 વાગે સેલાવી, 10:17 વાગે ધિણોજ તથા 11:05 વાગે મહેસાણા પહોંચશે.

·       ટ્રેન નંબર 09407/09408 પાટણ-ભીલડી-પાટણ સ્પેશ્યલ ટ્રેન 01 મે 2023થી ચલાવવામાં આવશે નહીં.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.