Western Times News

Gujarati News

LPG સિલિન્ડરના ભાવમાં ૧૭૧ રૂપિયાનો ઘટાડો થયો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, મજૂર દિવસ એટલે કે ૧ મેના રોજ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. આજે દિલ્હીથી કાનપુર, પટના, રાંચી, ચેન્નાઈ સુધી એલપીજી સિલિન્ડર ૧૭૧.૫૦ રૂપિયા સસ્તું થઈ ગયું છે. નવા દરો આજે જ અપડેટ કરવામાં આવ્યા છે. LPG cylinder price reduced by Rs 171

એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. આજથી એક કોમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં ૧૮૫૬.૫૦ રૂપિયા, કોલકાતામાં ૧૯૬૦.૫૦ રૂપિયા, મુંબઈમાં ૧૮૦૮.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૨૦૨૧.૫૦ રૂપિયામાં મળશે. બીજી તરફ, આજે ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

હમણાં જ, ૧ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ, કોમર્શિયલ સિલિન્ડરનો દર લગભગ ૯૨ રૂપિયા સસ્તો થયો હતો. જાે કે તે પહેલા ૧ માર્ચે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક જ ઝાટકે ૩૫૦ રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરના દર આખા વર્ષ દરમિયાન વધતા અને ઘટતા રહ્યા છે. ૧ મે, ૨૦૨૨ના રોજ દિલ્હીમાં ૧૯ કિલોનું કોમર્શિયલ સિલિન્ડર ૨૩૫૫.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ હતું. આજે તેની કિંમત ઘટીને રૂ.૧૮૫૬.૫૦ થઈ ગઈ છે.

એટલે કે છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં માત્ર દિલ્હીમાં ૪૯૯ રૂપિયાની રાહત મળી છે. ૧ મે, ૨૦૨૩ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં ઘટાડા બાદ તેની કિંમતો દેશભરમાં લાગુ થઈ ગઈ છે. આ નવા કોમર્શિયલ ગેસના ભાવ સોમવાર, ૧ મેથી લાગુ થશે. આ વખતે ગેસ સિલિન્ડરની કિંમતમાં એક જ ઝાટકે ૧૭૧.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોલકાતામાં કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડર અને ઔદ્યોગિક ગેસ સિલિન્ડર ની વર્તમાન કિંમત ૨,૧૩૨ રૂપિયા હતી.

આ બંને પ્રકારના ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૭૧.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે, કોલકાતામાં કોમર્શિયલ સેક્ટરમાં વપરાતા ૧૯ કિલોના એલપીજી અને આરએસપી ગેસ સિલિન્ડરની નવી કિંમત ઘટીને ૧,૯૬૦.૫૦ રૂપિયા થઈ ગઈ છે. આ નવી કિંમતો આજથી એટલે કે ૧ મેથી લાગુ થઈ ગઈ છે.

જાે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં થયેલા ઘટાડાથી મધ્યમ વર્ગ તેમજ ઉદ્યોગપતિઓ અને હોટેલીયર્સને થોડી રાહત મળી છે. કારણ કે ઘણા મધ્યમ વર્ગ હોટલના વ્યવસાય અને એલપીજી સંચાલિત કારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઈંધણ તેલના ભાવમાં સતત વધારા વચ્ચે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થતાં તેમને ઘણી રાહત મળી છે.

આ સિવાય કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થવાને કારણે એલપીજીથી ચાલતી કારના ભાડામાં વધારો થવાની કોઈ શક્યતા નથી. જે મુસાફરો માટે સુવિધાજનક છે. જાે કે, ૧૪.૨ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ક્યારે ઘટશે તેના પર ઘરધારીઓની નજર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.