જીગ્નેશ કવિરાજ ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. દરેક પક્ષો પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન ગુજરાતના જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. તેઓ ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. જીગ્નેશ નજીકના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ જીગ્નેશ અપક્ષ ચૂંટણી લડશે.
લોકગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટનું મૂળ વતન ખેરાલુ છે. તેઓ ખેરાલુથી અપક્ષ ચૂંટણી લડી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજાશે. પરિણામ ૮ ડિસેમ્બરે જાહેર થશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.
આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે.
આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે.
ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? ંકઇ બેઠકો ગુમાવવી પડશે? ૅૅહાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે? જેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા ૧૦૦ કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે. બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.SS1MS