જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહી કરાશેઃ હસમુખ પટેલ
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અંગુઠાનું નિશાન લેવાશે, એટલું જ નહીં અક્ષરની પણ તપાસ કરાશે
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પેપરકાંડની અવારનવાર સામે આવતી ઘટનાઓ વચ્ચે રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર સહેજ પણ ઢીલી નીતિ અપનાવવા ન માંગતું હોય તેમ સુરક્ષા તેજ બનાવાઈ છે.
જૂનિયર ક્લાર્કની પરીક્ષાને હવે ઘડીઓ ગણાય રહી છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે ન આવે તે માટે સુરક્ષા તેજ બનાવાઈ છે. ત્યારે પરીક્ષા મુદ્દે હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષામા હાજર રહેનાર સ્ટાફને આવતીકાલે તાલીમ આપવામાં આવશે.
વધુમાં ગેરરીતિ અટકાવવા બાબતનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે હવે ગેરરીતિ કરવા પર ૫થી ૧૦ વર્ષની સજાની જાેગવાઈ કરાઈ છે.જૂનિયર ક્લાર્કની પરીક્ષા મુદ્દે હસમુખ પટેલનું નિવેદન, પરીક્ષામા હાજર રહેનાર સ્ટાફને આવતીકાલે અપાશે તાલીમ, ગેરરીતિ અટકાવવા બાબતનો કાયદો લાગુ કરવામાં આવ્યો, ભવિષ્યમાં ઉદાહરણ રૂપ કિસ્સામાં ૫થી ૧૦ વર્ષ સુધીની સજા અપાવીશ
વધુમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ઉદાહરણ રૂપ કિસ્સામાં સજા અપાવીશું. તથા ડમી ઉમેદવારોના સંદર્ભે હજૂ કોઈ ફરિયાદ કે રજૂઆત મળી નથી.
રજૂઆત મળશે તો સખત કાર્યવાહી કરવામા આવશે. વધુમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અંગુઠાનું નિશાન લેવામા આવે છે. એટલું જ નહીં અક્ષરની પણ તપાસ કરવામાં આવી શકે છે. અન્ય કોઈ સંવર્ગમા નોકરી મેળવી હશે તો તપાસ થશે અને તપાસમાં આરોપો સાબિત થશે તો સખત સજા પણ થશે.