કડવા તળાવ ગામે પ્રાથમિક શાળાના ઓરડાનુ લોકાર્પણ કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીની વર્ધમાન એક્રેલિક કંપની દ્વારા સોશ્યલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ઝઘડિયા જીઆઈડીસીના આજુબાજુના ગામોમાં વિવિધ પ્રકારના પ્રાથમિક જરૂરિયાતોના વિકાસના કામો કરવામાં આવે છે.શિક્ષણ,આરોગ્ય ઉપરાંત ડિજિટલ ક્લાસીસ વિગેરેના કામો સીએસઆર એક્ટિવિટી હેઠળ કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના કડવા તળાવ ગામે સીએસઆર એક્ટિવીટી હેઠળ બે ઓરડાનું વર્ધમાન કંપની દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
તલોદરા ગામના સરપંચ વિઠ્ઠલભાઈ,ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તથા વર્ધમાન કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સીએસઆર એક્ટીવિટી હેઠળ વર્ધમાન કંપની દ્વારા ૨૧ લાખથી વધુ ખર્ચે કડવા તળાવ ગામની પ્રાથમિક શાળાનું ઓરડાનું રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.