કિંજલ રાજપ્રિયા કલ્યાણ જ્વેલર્સની ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર બની
ગુજરાતી કલાકાર બ્રાન્ડની હાયપર-લોકલ જાહેરાતોમાં જોવા મળશે
અમદાવાદ, 13 જુલાઈ, 2019: કલ્યાણ જ્વેલર્સે ગુજરાત રાજ્ય માટે ફિલ્મ કલાકાર કિંજલ રાજપ્રિયાને રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે, જેથી રાજ્યમાં કલ્યાણ જ્વેલર્સની પહોંચ અને પ્રભાવ વધે. કિંજલ કલ્યાણ જ્વેલર્સનાં રાજ્યમાં હાયપર-લોકલાઇઝ જાહેરાત અને પ્રમોશનનો ચહેરો હશે.
કલ્યાણ જ્વેલર્સનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર સંજય રઘુરામને કહ્યું હતું કે, “અમને ગુજરાત માટે કિંજલ રાજપ્રિયાને અમારી રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ખુશી છે. કિંજલે પોતાની કળા અને મહેનત સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આગવું સ્થાન ઊભું કર્યું છે. તેઓ કલ્યાણની વિકાસગાથાને ગુજરાતમાં આગળ વધારવા આતુર છે. અમે ગુજરાત માટે આક્રમક યોજના ધરાવે છે અને આ અમારાં મુખ્ય બજારોમાનું એક છે. અમે અમારી વિવિધ ઓફરનું વિસ્તરણ પણ કરીશું, ખાસ કરીને વેડિંગ બ્રાન્ડ કલેક્શન મુહૂર્તનાં હાયપર-લોકલ પ્રમોશન માટે. સ્ટાઇલ આઇકોન તરીકે બહાર આવેલ કિંજલ યુવા પેઢી સાથે જોડાવા માટે અને બ્રાન્ડની સાતત્યતા જાળવવા માટે યોગ્ય છે.”
ગુજરાતમાં કલ્યાણ જ્વેલર્સનાં તમામ શોરૂમ શરૂ કરવામાં ગ્રાહકો સાથે જોડાણની પ્રક્રિયામાં કિંજલ રાજપ્રિયા સામેલ થશે. ગુજરાતી કલાકાર કંપનીનાં ટેક-સેવ્વી, ડિજિટલ એક્ટિવ યુવા પેઢીને લક્ષ્યાંક બનાવતાં હાયપર લોકલ કમ્યુનિકેશન અભિયાનમાં જોવા પણ મળશે.
આ અંગે કિંજલ રાજપ્રિયાએ કહ્યું હતું કે, “કલ્યાણ જ્વેલર્સ આઇકોનિક બ્રાન્ડ છે અને કલ્યાણ ફેમિલીનો ભાગ બનવાની આ તક મળવા બદલ મને આનંદ થાય છે. હું કલ્યાણ જ્વેલર્સનાં આકર્ષક જ્વેલરી કલેક્શનની હંમેશા પ્રશંસક રહી છું. કંપનીનાં અભિયાનો પણ વિશિષ્ટ હોય છે, જેણે મને બ્રાન્ડ તરફ આકર્ષી છે. હું મારાં આ જોડાણ અને હાયપર-લોકલ અભિયાનો માટે આતુર છું, જેમાં હું સામેલ હોઈશ.”
કિંજલ રાજપ્રિયા નવી સિઝન સાથે શરૂ થનારાં કલ્યાણ જ્વેલર્સનાં અભિયાનોમાં જોવા મળશે. બોલીવૂડ સેલિબ્રિટીઓ અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, કેટરિના કૈફ અને શ્વેતા બચ્ચન નંદા આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જળવાઈ રહેશે, જેઓ કલ્યાણનાં વ્યાપક કમ્યુનિકેશન સાથે જોડાયેલા રહેશે, ત્યારે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પ્રભુ (તમિલનાડુ), નાગાર્જુન (આંધ્રપ્રદેશ અને તેલંગાણા), શિવરાજ કુમાર (કર્ણાટક) અને મંજુ વોરિયર (કેરળ) પણ તેમનાં રાજ્યોમાં બ્રાન્ડ અભિયાનો સાથે સંકળાયેલા રહેશે.
જ્વેલરી બ્રાન્ડે ભારતમાં એની કામગીરીનું વિસ્તરણ સતત જાળવી રાખ્યું છે. બ્રાન્ડે નાણાકીય વર્ષ 2018-19માં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અસમ અને છત્તિસગઢ જેવા રાજ્યોમાં નવા શોરૂમ ખોલ્યાં છે. બ્રાન્ડ પશ્ચિમ એશિયામાં યુએઈ, કુવૈત, કતાર અને ઓમાનમાં પણ મોટી સંખ્યામાં શોરૂમ ધરાવે છે. અત્યારે કંપની 137 લાર્જ ફોર્મેટ શોરૂમ તેમજ 650 માય કલ્યાણ કસ્ટમર સર્વિસ આઉટલેટનું વિસ્તૃત નેટવર્ક ધરાવે છે.