પૈસાની માંગ કરતો રેકોડીંગ કોલ મારી પાસે છેઃ દહેગામના કામીનીબા રાઠોડ
કામીનીબાએ અપક્ષ ઉમેદવારી નોધાવતા રાજકીય ગરમાવો
ગાંધીનગર, ગાંધીનગર જીલ્લાની દહેગામ બેઠક પર કોગ્રેસમાંથી ટીકીટ ન મળતાં નારાજ થયેલા પૂર્વે ધારાસભ્ય કામીનીબા રાઠોડે આજે અપક્ષ ઉમેદવારી નોધાવતાં રાજકીય માહોલ વધુ ગરમાવો છે. ગઈકાલે ટીકીટ કપાયા બાદ કામીનીબા અને તેમના સમર્થકોએ આજે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આ આક્ષેપોને ફગાવ્યા હતા. અને જણાવ્યું હતું કે તેમણે મને વાત કરવી હતી. કદાચ મને ના કરો તો પ્રભારી રઘુ શર્માનું ધ્યાન દોરવું હતું
જાે કે કામીનીબા રાઠોડે જણાવ્યું હતું કે પૈસાની માંગ કરતો રેકોડીગ કોલ તેની પાસે છે. જેમાં પૈસાની માંગણી કરવામાં આવી હતી. ગાંધીનગર જીલ્લામાં દહેગામ બેઠકનું રાજકારણ ગરમાયું છે.
આજે કામીનીબાએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોધાવી છે. દહેગામ બેઠક પર ર૦૧ર માં કામીનીબાએ આ બેઠક પર વિજય મેળવ્યો હતો અને ર૦૧૭માં તેમનો પરાજય થયો હતો. તેમણે કહયું હતું કે મારા કાર્યકરોની મારીશ સાથે ઉભા રહેશે.હું હંમેશા પક્ષને વફાદાર રહી છું. અને ત્યારે દુઃખ થાય છે કે પક્ષે ટીકીટ આપવા માટે પૈસાની માંગણી કરી.