Western Times News

Gujarati News

સાબરકાંઠા જીલ્લાની ચાર વિધાનસભા મત વિસ્તાર માટે બે IASની નિમણુંક કરાઈ

પ્રતિકાત્મક

હિંમતનગર, ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી ર૦રરનો કાર્યક્રમ જાહેર થતાં આચારસંહીતા અમલી બની છે. અને ચુંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ બે તબકકાના કુલ ૮૯ બેઠકોની સામાન્ય ચુંટણી તા.૧-૧ર-ર૦રરના રોજ અને બીજા તબકકામાં કુલ ૯૩ બેઠકોની સામાન્ય ચુંટણી પ-૧-ર૦રરના રોજ યોજાશે.

ભારતના ચુંટણી પંચ દ્વારા સાબરકઠા જીલ્લાની ચાર વિધાનસભા ર૭ હિંમતનગર અને ૩૩ પ્રાંતીજ વિધાનસભા મત વિસ્તાર માટે દેબાશીસ દાસ આઈએએસની જનરલ નિરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેઓ બહુમાળી ભવન એ-બ્લોક રૂમ. નંબર-૧૧ર, પહેલો માળ, હિંમતનગર ખાતે બપોરે ર.૦૦ થી ૩.૦૦ દરમ્યાન જાહેર જનતા રાજકીય પક્ષો તથા તેમના પ્રતીનીધીઓ ઉમેદવારો મતદારોને કામકાજના દિવસો દરમ્યાન મળી શકશે.

તેમનો મોબાઈલ નંબર ૬૩પરપર૪૦૧૪ છે. ટેલીફોન નંબર ૦ર૭૭રર૯૯૦ર૬ છે. જયારે ર૮ ઈડર એેસસી અને ર૯ ખેડબ્રહ્મા એસ.ટી. વિધાનસભા મત વિસ્તાર માટે હિમાંશુકુમાર રાય આઈએએસની નિમણુંક થઈ છે.

તાલુકા સેવા સદન ખેડાબ્રહ્મા રૂમ. નંબર -૩૦ જાહેર જનતા રાજકીય સવારે ૧૧.૦૦ થી ર.૦૦ દરમ્યાન જાહેર જનતા રાજકીય પક્ષો તથા તેમના પ્રતીનીધીઓને ઉમેદવારો મતદારોરને કામકાજના દિવસો દરમ્યાન મળી શકશે. એ જ રીતે ઈડર ખાતે સંપર્ક કરી શકાશે.

તેઓનો મોબાઈલ નંબર ૮૭૯૯૧૬૧૭૧૯ છે. ઈડર ખાતેનો ટેલીફોનીક નંબર ૦ર૭૭પરર૦૩૧૯ પર ચુંટણી સંબંધીત માર્ગદર્શન મેળવી શકાશે. સાથે ચુંટણી સંબંધીત ફરીયાદ નિવારણ માટે હેલ્પલાઈાન નંબર ૧૮૦૦-ર૩૩-૬૦૧પ કંટ્રોલરૂમ ડીઝાસ્ટર શાખા કલેકટરર કચેરીર હિંમતનગર છે જે રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.