કંગનાએ ૧૮ વર્ષના કરિયરમાં આપી ઘણી ડિઝાસ્ટર ફિલ્મો
મુંબઈ, બાલીવુડની બેબાક હસીના, જેણે ૧૮ વર્ષના કરિયરમાં ૩૫ ફિલ્મોમાં કામ કર્યું છે. ચાર નેશનલ ફિલ્મ એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડ સહીત ઘણા એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. એટલું જ નહિ ૩૭ વર્ષની આ એક્ટ્રેસ ફોર્બ્સ ઇન્ડિયા ૧૦૦ સેલિબ્રિટીની લિસ્ટમાં છ વખત શામેલ થઇ છે.
૧૮ વર્ષોથી ફિલ્મોમાં કામ કરવા વાળી આ એક્ટ્રેસ હિટ ફિલ્મો માટે નહિ પરંતુ પોતાના નિવેદનો માટે કોન્ટ્રોવર્સીમાં રહે છે. એક વાર ફરી એવું કહ્યું છે જેના કારણે ચર્ચામાં આવી ગઈ છે. ૧૮ વર્ષના કરિયરમાં એક્ટ્રેસની એક બે નહિ પરંતુ ૨૪-૨૫ ફિલ્મ ફ્લોપ અને ડિઝાસ્ટર સાબિત થઇ.
સતત બોક્સ ઓફિસ પર ફુસ થયા પછી એણે હાલમાં જ પોતાની તુલના સુપરસ્ટાર સાથે કરી લીધી છે. કોણ છે આ ૩૭ વર્ષની હસીના, તમે અંદાજો લગાવી લીધો હશે. જો નહિ તો એક હિન્ટ આપીએ, આ એક્ટ્રેસ હાલમાં જ નેતા બની છે, હવે તમે સમજી ગયા હશો.
આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ કંગના રનૌત છે. કંગનાએ તાજેતરમાં જે કહ્યું તે હેડલાઇન્સમાં છે. કંગના રનૌતે તાજેતરમાં બોક્સ ઓફિસ પર ફ્લોપ ફિલ્મોની લાઈન લગાવી છે.
‘ધાકડ’ અને ‘થલાઈવી’થી લઈને ‘તેજસ’ અને ‘ચંદ્રમુખી ૨’ સુધી, તેની તમામ તાજેતરની ફિલ્મોને દર્શકો તેમજ વિવેચકો તરફથી હળવો પ્રતિસાદ મળ્યો છે. હવે, અભિનેત્રીએ ટિકિટ બારી પર ઘણી ફ્લોપનો સામનો કરવા પર આખરે પોતાનું મૌન તોડ્યું છે.
તેણે ટાઈમ્સ નાઉ સમિટમાં સતત ફ્લોપ ફિલ્મો પર વાત કરી અને પોતાને છેલ્લા સુપરસ્ટાર્સમાંના એક ગણાવી. કંગનાએ કહ્યું, ‘આખી દુનિયામાં તેના જેવું કોઈ નથી.
શાહરૂખ ખાનની ૧૦ ફિલ્મો ન ચાલી, પછી ‘પઠાણ’માં કામ કર્યું. ૭-૮ વર્ષ સુધી મારી કોઈ ફિલ્મ ચાલી નહીં, પછી ‘ક્વીન’ ચાલી, પછી ૩-૪ વર્ષ પછી ‘મણિકર્ણિકા’ ચાલી. હવે આગામી ‘ઇમરજન્સી’ રિલીઝ થઈ રહી છે, તમે નથી જાણતા, પરંતુ કોણ જાણે છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરશે. ત્યારે કંગનાએ પોતાને અને શાહરૂખને આ પેઢીના છેલ્લા સુપરસ્ટાર ગણાવ્યા અને કહ્યું સ્ટાર્સ બનાવી શકે નહીં. તેણે કહ્યું, ‘અમે જાણીતા ચહેરા છીએ અને ભગવાનની કૃપાથી અમારી ખૂબ માંગ છે.
પરંતુ, માત્ર કલાના ક્ષેત્રમાં ડૂબી જવાને બદલે, હું મારી જાતને વાસ્તવિક દુનિયા સાથે પણ જોડવા માંગુ છું. કંગના રનૌત હવે અભિનેત્રીની સાથે નેતા પણ બની ગઈ છે. ભાજપે કંગનાને મેદાનમાં ઉતારી છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણીની ટિકિટ મળી છે.
કંગનાને તેના જન્મસ્થળથી મેદાનમાં ઉતારવામાં આવી છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કટ્ટર સમર્થક છે. અભિનેત્રીનો જન્મ મનાલી નજીક ભામ્બલામાં થયો હતો, જે મંડી જિલ્લામાં છે. કંગના રનૌત ટૂંક સમયમાં ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે, જેનું નિર્દેશન પણ તેણે પોતે કર્યું છે.
બાયોગ્રાફિકલ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઈÂન્દરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળશે, જેમાં અનુપમ ખેર, સતીશ કૌશિક અને મિલિંદ સોમન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ માટે તૈયાર છે.SS1MS