યુપીની ચૂંટણીમાં કંગના રનૌત રાષ્ટ્રવાદી વિચારધારા માટે પ્રચાર કરશે
મથુરા, હિન્દી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી કંગના રનૌત અચાનક વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિર પહોંચી હતી. આ સમય દરમિયાન તેમણે રાધે-રાધે બોલીને બિહારીજીના મંદિરમાં હાજર ભક્તોની વિશાળ જનમેદનીને અભિવાદન પાઠવ્યા હતા. કંગના રનૌતે બિહારીજીના દર્શન કર્યાં અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન દેખાયા હતા. Kangana Ranaut went Radha Ji Janmbhumi in Barsana to offer her prayers to Shri Krishna & Shri Radhe
દરમિયાન, જ્યારે પત્રકારોએ કંગના રનૌતને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ કોઈ પક્ષના સભ્ય નથી પરંતુ જરૂર પડે તો રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ વધારવા માટે રાષ્ટ્રવાદી પાર્ટી માટે ચૂંટણીમાં પ્રચાર કરશે.કંગનાએ કહ્યું કે તે એક મહાન કૃષ્ણ ભક્ત છે અને તેના માટે સૌભાગ્યની વાત છે કે બિહારીજીના આજે દર્શન કરવા મળ્યા. કંગનાએ જણાવ્યું કે તેને માખણનો પ્રસાદ પણ મળ્યો છે અને તે કૃષ્ણ ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબેલી છે.
એક સવાલના જવાબમાં કંગના રનૌતે કહ્યું કે, જે લોકોના દિલમાં ચોર છે તેમને જ મારી વાત ખરાબ લાગે છે. ખેડૂતોની માફી માંગવાના સવાલ પર કંગના રનૌતે કહ્યું કે તે ખેડૂતોના હિતની વાત કરે છે, તો પછી તેણે શા માટે માફી માંગવી જાેઈએ. તેમણે કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો છે અને તેઓએ કાર અટકાવી હતી,
પરંતુ ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે બિનજરૂરી રીતે પરેશાન ન કરો અને તેમને જવા દો.કંગના રનૌતે કહ્યું કે તેમના દિલમાં ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ આદર છે. કંગનાએ કહ્યું કે જે રાષ્ટ્ર ભક્ત છે, જે રાષ્ટ્રવાદી છે તેઓ હંમેશાં મારા નિવેદનોને ટેકો આપે છે. કંગના વૃંદાવન પહોંચી ત્યારે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. કંગનાને મંદિર પરિસરમાંથી બહાર લાવવા માટે સુરક્ષા દળોએ ખૂબ પ્રયત્નો કરવા પડ્યા હતા.