Western Times News

Gujarati News

GST હેઠળ કયા માલ કે સેવાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ન મળે? જાણો છો

જી.એસ.ટી. કાયદો લાગુ કરવાનો સૌથી મોટો હેતુ કરદાતાને ‘સીમલેસ ક્રેડિટ’ મળી રહે તે અંગેનો હતો. ‘સીમલેસ ક્રેડિટ’ એટલે કે કોઇ પણ બાધ વગરની ક્રેડિટ મેળવી શકાય તે. એ માટે લાગુ કરવામાં આવેલ જી.એસટી. હેઠળ અમુક ખાસ જાેગવાઇ.

અગાઉ માલ ઉત્પાદન ઉપર લગતી એક્સાઇઝની ઇનપુટ ટેક્સ ક્રેડિટ છૂટક કે જથ્થાબંધ માલ વેચનારને મળતી ન હતી. તેવી રીતે અલગ અલગ રાજ્યોના વેટ કાયદા હેઠળ “ક્રોસ ક્રેડિટ” એટલે કે એકબીજા રાજ્યો પર લાગેલ વેટની ક્રેડિટ કરદાતાને મળતી ન હતી. આ ઉપરાંત વેટ કાયદા હેઠળ માલનું વેચાણ કરતા કરદાતાઓને તેના દ્વારા મેળવવામાં આવેલ સેવાની ક્રેડિટ મળતી નહીં તો સામે સેવા પુરી પડતા સર્વિસ ટેક્સ હેઠળ નોંધાયેલ કરદાતાઓને તેની ખરીદી ઉપરની વેટની ક્રેડિટ મળતી ન હતી.

માલ ઉત્દન પર લગતા એક્સાઇઝ, માલ વેચાણ પર વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવેલ વેટ તથા સેવા ઉપર લાગુ સર્વિસ ટેક્સના સ્થાને એક જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે. આમ, આ તમામ કાયદાના સ્થાને જી.એસ.ટી. કાયદો આવવાથી કદાતાને ‘સીમલેસ ક્રેડિટ’ એટલે કે કોઇપણ બાધ વિના ક્રેડિટ મળી રહેશે તેવુ માનવામાં આવી રહ્યું હતું પરંતુ આજે ૪ વર્ષ જ્યારે જી.એસ.ટી.નું આંકલન કરીએ ત્યારે એટલું ચોક્કસ કહી શકીએ કે જી.એસ.ટી. હેઠળ ઇન્પુટ ટેક્સ ક્રેડિટ “સિમલેસ” રહી નથી.

જી.એસ.ટી. હેઠળ મૂળભૂત હેતુ ધંધાકીય વ્યવહારો ઉપર વધુમાં વધુ ઇન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આમ, વધુમાં વધુ ક્રેડિટ જ્યારે વેપાર જગતને આપવામાં આવે ત્યારે વિવિધ માલ તથા સેવાઓના ભાવ ઘટે તેવી સામાન્ય અર્થશાસ્ત્રનું ગણિત હતુ પરંતુ જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી અમુક ખાસ ઇન્પુટ ટેક્સ ક્રેડિટનો સમાવેશ “બ્લોક ક્રેડિટ”માં કરવામાં આવ્યો છે.

“બ્લોક ક્રેડિટ” એટલે એવી ક્રેડિટ જેની ક્રેડિટ કોઇ પણ વેપારીો માટે અથવા તો ખાસ પ્રકારના વેપારીઓ માટે “બ્લોક” કરવામાં આવેલ છે. આ માલ કે સેવાની ઇન્પુટ તકે ક્રેડિટ આ માલ કે સેવા ખરીદવામાં વેપારી દ્વારા વેચનારને જી.એસ.ટી. ચૂકવ્યો હોવા છતાં મળી શકે નહીં. આ પ્રકારની બ્લોક ક્રેડિટ નો સમાવેશ જી.એસ.ટી. કાયદાની કલમ ૧૭માં કરવામાં આવ્યો છે.

માલ કે સેવાનો અંગત હેતુઓ માટે ઉપયોગ ઃ ઘણીવાર કોઇ વેપારી દ્વારા એવા માલ કે સેવાઓ મેળવવામાં આવતી હોય છે કે જે માલ કે સેવાનો ઉપયોગ વેપારી દ્વારા ધંધાકીય હેતુઓ માટે ઉપરાંત અંગત હેતુઓ માટે સંયુક્ત રીતે કરવામાં આવતો હોય જી.એસ.ટી. કાયદાની કલમ ૧૭(૧) હેઠળ આ પ્રકારે ધંધા સિવાયના હેતુઓ માટે કરવામાં આવેલ જી.એસ.ટી.ના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.

ઉદાહરણ તરીકે જાેઇએ તો શ્રી જેઠાલાલ એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવે છે. તેઓ દ્વારા ટેલિવિઝનની ખરીદી વેચાણ સામાન્ય રીતે કરવામાં આવતુ હોય છે. ધંધાના આ સામાન્ય વ્યવહાર માટે ખરીદવામાં આવેલા ટેલિવિઝનની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે પરંતુ પોતાના ઘર માટે ટેલિવિઝન ખરીદવામાં ચૂકવવામાં આવેલ જી.એસ.ટી.ની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળી શકે નહીં.

અમુક સંજાેગોમાં એવું પણ બનતુ હોય છે કે અમુક માલ કે સેવાનો ઉપયોગ વેપારી દ્વારા અંશતઃ પોતાના ધંધા માટે કરવામાં આવે અને અંશતઃ પોતાના અંગત ઉપયોગ માટે કરવામાં આવ્યો હોય. આ પ્રકારના કિસ્સામાં વેપારીને આ ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી.ની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ ધંધાકીય હેતુઓમાં કરવામાં આવેલ મર્યાદામાં સપ્રમાણ મળે.

ઉદાહરણ તરીકે શ્રી જેઠાલાલ દ્વારા માલિકી ધોરણે કરવામાં આવતા ધંધામાં તેઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. આ ફોનનો ઉપયોગ સ્વાભાવિક રીતે ધંધાકીય કામ સિવાયના ઘણા કામો માટે વાતો કરવામાં પણ થતો હોય છે !! આ મોબાઇલ ફોનના બિલ ઉપર ચૂકવવામાં આવતા જી.એસ.ટી.ની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓએ સપ્રમાણ લેવી જાેઇએ

જ્યારે ધંધાકીય હેતુ તથા અંગત ઉપયોગનું પ્રમાણ નક્કી કરવું શક્ય ના હોય ત્યારે બન્ને ઉપયોગ ૫૦ ટકા જેટલો ગણી લેવામાં આવે તેવુ નિષ્ણાતો સલાહ આપતા હોય છે. આવા સંજાેગોમાં મોબાઇલ સેવા મેળવવા માટે બિલ ઉપર ચૂકવવામાં આવેલ ઇન્પુટ ટેક્સ ક્રેડિટ ૫૦ ટકાની મર્યાદામાં લેવામાં આવે તે જરૂરી છે.

સામાન્ય રીતે એવું જાેવામાં આવ્યું છે કે ઘણીવાર કરદાતા દ્વારા આ પ્રકારે ઘર માટે ખરીદવામાં આવેલ ટેલિવિઝનની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ પણ પોતાના રિટર્નમાં માગવામાં આવતી હોય છે. આ પ્રકારે અંગત ઉપયોગ માટે ખરીદવામાં આવેલ માલની ક્રેડિટ જી.એસ.ટી. હેઠળ લઇ શકાય નહીં. જાે આ બાબત આકારણીમાં અધિકારી દ્વારા પકડવામાં આવે તો વેપારીએ મોટુ વ્યાજ ઉપરાંત દંડ પણ ચૂકવવો પડે છે.

કરમુક્ત માલ કે સેવાના ઉપયોગ માટે કરવામાં આવતી કરપાત્ર માલ કે સેવાની ખરીદી
જી.એસ.ટી હેઠળ અમુક ખાસ પ્રકારના માલ કે સેવાને કરમુક્ત જાહેર કરવામાં આવેલા છે. આ પ્રકારના કરમુક્ત લેવામાં આવેલ માલ કે સેવા ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી.ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખરીદનારને મળી નહીં તેવી જાેગવાઇ જી.એસ.ટી. કાયદાની કલમ ૧૭(૨) હેઠળ કરવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે શ્રી વાગલે કપાસિયા ખોળના ઉત્પાદક છે. કપાસિયા ખોળને જી.એસ.ટી. હેઠળ પશુ આહાર તરીકે કરમુક્ત જાહેર રવામાં આવ્યો છે. તેઓ દ્વારા કપાસિયા ખોળના ઉત્પાદનમાં ખરીદવામાં આવેલ કપાસિયા, પ્લાસ્ટિક બેગ વી.ઉપર જી.એસ.ટી. ચૂકવવામાં આવ્યો છે. શ્રી વાગલે દ્વારા કપાસિયા ખોળ કરમુક્ત હોય તેના ુત્પાદનમાં વાપરવામાં આવેલ કપાસિયા, પ્લાસ્ટિક બેગ કે અન્ય સેવાઓ ઉપર ચૂકવવામાં આ જી.એસ.ટી.ની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ લઇ શકાય નહીં.

અમુક સંજાેગોમાં એવુ પણ બનતું હોય છે કે અમુક માલ કે સેવાનો ઉપયોગ વેપારી દ્વારા અંશતઃ પોતાના ધંધાના કરપાત્ર વેચાણ માટે કરવામાં આવે અને અંશતઃ કરમુક્ત વસ્તુના વેચાણ માટે કરવામાં આવ્યો હોય. આ પ્રકારના કિસ્સામાં વેપારીને આ ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી.ની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ કરપાત્ર વેચાણની મર્યાદામાં સપ્રમાણ મળે.

ઉદાહરણ તરીકે શ્રી વાગલે દ્વારા કરમુક્ત કપાસિયા ખોળ ઉપરાંત કરપાત્ર કપિસાયનું વેચાણ પણ કરવામાં આવતુ હોય છે. આવા કિસ્સામાં જે માલ કે સેવા કરપાત્ર માલના વેચાણને લગતી હોય તેની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારીને મળે પરંતુ જે માલ કે સેવા કરમુક્ત વેચાણને લગતી હોય તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓને મળે નહીં. જ્યારે કરપાત્ર તથા કરમુક્ત વસ્તુ કે સેવામાં સંયુક્ત રીતે ખરીદવામાં આવેલ માલ કે સેવાના કિસ્સામાં કરપાત્ર માલના વેચાણના સપ્રમાણ ઇન્પુટ ટેક્સ વેપારીને મળે.

સામાન્ય રીતે એવુ જાેવામાં આવ્યું છે કે ઘણીવાર કરદાતા દ્વારા આ પ્રકારે કરમુક્ત વસ્તુ કે સેવાના વેચાણ સાથે સંકળાયેલા હોય કરમુક્ત માલ કે સેવાના વેચાણ ઉપર ઘટાડાની થતી ક્રેડિટ ઘટાડતા હોતા નથી. આ પ્રકારે કરમુક્ત વેચાણ કે સેવાઓ માટે ખરીદવામાં આવેલ માલ તથા સેવાની ક્રેડિટ જી.એસ.ટી. હેઠળ લઇ શકાય નહીં. જાે આ બાબત આકારણીમાં અધિકારી દ્વારા પકડવામાં આવે તો વેપારીએ મોટુ વ્યાજ ઉપરાંત દંડ પણ ચૂકવવો પડે છે.

જી.એસ.ટી. લાગુ થયા પહેલા વેટ કાયદો અમલમાં હતો ત્યારે વેટ હેઠળના રીટર્ન ઘણા વિગતવાર રહેતા હતા. જી.એસ.ટી. લાગુ થયા બાદ લાગુ કરવામાં આવેલ સમરી રિટર્ન જીએસટીઆર ૩બીમાં ખૂબ ઓછી વિગતો જાેવા મળે છે. આ કારણે સંજાેગો એવા ઊભા થયા છે કે કરદાતાનું વ્યવસાયી રીતે કામ કરતા કોઇ ટેક્સ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે કરદાતા દ્વારા લેવામાં આવેલ ઇન્પુટ ટેક્સ ક્રેડિટ સાચી છે કે ખોટી તે તપાસવા ખૂબ ઓછા વિકલ્પો રહેલા છે.

કરદાતા દ્વારા પોતાના ટેક્સ કન્સલ્ટન્ટને દરેક ક્રેડિટ લેવા અંગે પૂછવામાં આવે અથવા તો કરદાતા પોતે આ ઇન્પુટ ક્રેડિટ અંગેના નિયમો અંગે જાણકારી રાખે અને જાણકાર બને તે બે જ વિકલ્પ રહેલા છે. આ લેખ શ્રૃંખલામાં કરદાતાને ઇન્પુટ ટેક્સ ક્રેડિટના વિષયો અંગે જાગૃત બનાવવા તેઓને ધ્યાને લેવાની જરૂરી માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.