Western Times News

Gujarati News

કપીલ શર્માએ શેર કર્યો દીકરી અનાયરાનો ફોટો

મુંબઈ: ૨૭ સપ્ટેમ્બર ગઈકાલે ડોટર્સ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં ઘણા સેલેબ્રિટિઝે પોતાની દીકરી સાથેના પિક્ચર્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. ત્યારે ગત ડિસેમ્બર મહિનામાં દીકરીના પિતા બનનારા કપિલ શર્માએ પણ બેબી ગર્લ અનાયરા (Kapil Sharma’s Baby girl Anayra on Instagram) સાથેનો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

કપિલ શર્માએ આ ફોટો શેર કરતા લખ્યું કે ‘અમારી લાઈફ વધુ સુંદર બનાવવા માટે થેંક્યુ માય લાડો કપિલે શેર કરેલા પિક્ચર્સમાં એકમાં અનાયરા તેના પિતાના ખોળામાં બેઠી છે તો બીજા ફોટોમાં લવન્ડર કલરના ફ્રોકમાં ક્યુટ લાગી રહી છે. તેની ક્યુટનેસ જોઈને તમને પણ અનાયરા પર પ્રેમ ઉભરાઈ જશે.

કપિલ શર્માની જેમ કામ્યાપંજાબી, સુપર ડાન્સર જજ શિલ્પા શેટ્ટી, હિતેન તેજવાની, રોડિસ રિવોલ્યુશન ગેંગ લિડર નેહા ધુપિયા અને બીજા ઘણા સેલિબ્રિટિએ તેમની દીકરી સાથે ફોટોઝ શેર કર્યા હતા. લોકડાઉન દરમિયાન કપિલે તમામ સમય પોતાની દીકરી સાથે રમવામાં પસાર કર્યો હતો.

આ અંગે લખ્યું હતું કે ‘આજકાલ આખો સમય બેબી સાથે રમવામાં જ પસારુ કરું છું. રમવાનું, ખાવાનું અને સુવાનું મહામુશ્કેલી પછી માંડ રુટિન સેટ થયું હતું. કપિલ શર્મા ગિન્નિ ઘણા લાંબા સમયથી એકબીજને ડેટ કરતા હતા અને ડિસેમ્બર ૨૦૧૮માં તેમણે લગ્ન કર્યા હતા. જે બાદ ૧૦ ડિસેમ્બર ૨૦૧૯માં કપલના ઘરે પારણું બંધાયું બેબી ગર્લ અનાયરાનો જન્મ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.