લંડનમાં દીકરા સાથે પાનખર ઋતુનો આનંદ લઈ રહી છે કરીના
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલ નાના દીકરા જેહ સાથે લંડનમાં છે. કરીના કપૂર લંડનમાં હંસલ મહેતાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મના શૂટિંગ માટે ગઈ છે અને સાથે જેહને પણ લઈ ગઈ છે. શૂટિંગમાંથી બ્રેક લઈને કરીના કપૂરે પોતાના દીકરા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.
કરીનાએ પાર્કમાંથી જેહ સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. સાથે જ બહેન કરિશ્મા, ફોઈ રીમા જૈન સાથેના લંચની ઝલક પણ બતાવી છે. કરીના કપૂરે જેહ સાથેની ઢગલાબંધ તસવીરો શેર કરી છે. જેમાં જેહનો ચહેરો તો નથી દેખાતો પરંતુ ઝાડની આસપાસ તે ફરતો દેખાઈ રહ્યો છે.
કરીનાએ તસવીરો શેર કરતાં લખ્યું, “વૃક્ષને ચુંબન કરો…મુક્ત રહો…મારી જિંદગીના પ્રેમ સાથે પાનખર ઋતુ. કામમાંથી એક દિવસની રજા…મજા આવી રહી છે.” તસવીરોમાં જાેઈ શકો છો કે, કરીના કપૂર વિન્ટર આઉટફિટમાં સુંદર લાગી રહી છે. તેણે બૂટ્સ અને મેચિંગ સનગ્લાસિસ સાથે તેનો લૂક પૂરો કર્યો હતો. જ્યારે જેહે લાલ રંગનું હાફ સ્લીવનું જેકેટ અને બ્લેક બૂટ્સ પહેર્યા છે.
કપૂર ખાનદાનના અન્ય સભ્યો પણ હાલ લંડનમાં છે. ત્યારે કરીનાએ તેમની સાથે લંચનો આનંદ લીધો હતો. કરીનાની બહેન કરિશ્મા કપૂર, ફોઈ રીમા જૈન, કઝિન નિતાશા નંદા સાથે કરીના લંચ પર ગઈ હતી. જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું, “લેડીઝ સાથે લંચ. કરીના કપૂર લંડનમાં શૂટિંગ કરવામાં વ્યસ્ત છે ત્યારે તેનો પતિ સૈફ અલી ખાન અને મોટો દીકરો તૈમૂર મુંબઈમાં છે.
સૈફ તૈમૂરને હાલમાં જ માલદીવ્સના વેકેશન પર લઈ ગયો હતો. ત્યાંથી તેમની પિઝા બનાવતી, ગિટાર વગાડતી અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી તસવીરો સામે આવી હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો કરીના ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ નામની ફિલ્મ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ છે. સૈફ અલી ખાન પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં જાેવા મળશે.SS1MS