Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સોહેલના પહેલા લગ્નમાં હાજર હતી હંસિકા મોટવાણી

મુંબઈ, સાઉથની જાણીતી એક્ટ્રેસ હંસિકા મોટવાણી ટૂંક સમયમાં જ લગ્ન કરવાની છે. હાલમાં જ હંસિકાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેનો બોયફ્રેન્ડ સોહેલ કથુરિયા તેને પ્રપોઝ કરતો જાેવા મળે છે.

સોહેલે પેરિસમાં એફિલ ટાવર સામે હંસિકાને પ્રપોઝ કરી હતી. તસવીરોમાં હંસિકા ખૂબ ખુશ દેખાઈ રહી છે. આજકાલ હંસિકાના લગ્નની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. એક્ટ્રેસે લગ્ન માટે કરેલી વિવિધ તૈયારીઓની વિગતો પણ સામે આવી રહી છે. જાેકે, આ દરમિયાન સોહેલ કથુરિયાના પહેલા લગ્નની તસવીરો પણ વાયરલ થઈ છે.

આ લગ્નમાં હંસિકા મોટવાણી પણ સામેલ થઈ હતી. ઘણાં લોકો આ વાતથી અજાણ હશે કે હંસિકા મોટવાણીના થનારા પતિના આ બીજા લગ્ન છે. અગાઉ સોહેલે રિન્કી બજાજ સાથે લગ્ન કર્યા હતા. રિન્કી અને સોહેલના છૂટાછેડા કેમ થયા તે અંગેનું કારણ જાણવા નથી મળ્યું.

પરંતુ હંસિકા મોટવાણી આ બંનેના લગ્નમાં ચોક્કસથી સામેલ થઈ હતી. સોશિયલ મીડિયા પર હંસિકાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં તે રિન્કી સાથે પોઝ આપતી જાેવા મળી રહી છે. હંસિકા મોટવાણીનો ભાવિ પતિ સોહેલ મુંબઈનો એક બિઝનેસમેન છે.

હંસિકા અને સોહેલ સારા મિત્રો છે. બાદમાં તેઓ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં બિઝનેઝ પાર્ટનર બન્યા હતા. બંનેએ કેટલીય ઈવેન્ટ સાથે પ્લાન કરી હતી. લાંબો સમય સાથે કામ કરવા અને સમય વિતાવ્યા પછી તેમના મનમાં એકબીજા માટે ફીલિંગ્સ પેદા થઈ હતી. જેથી બંનેએ આખી જિંદગી સાથે વિતાવવાનો ર્નિણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોહેલનો એક ટેક્સટાઈલ બિઝનેસ પણ છે.

જે ૧૯૮૫થી ગારમેન્ટ્‌સ એક્સપોર્ટ કરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, હંસિકા ૪ ડિસેમ્બરે સાત ફેરા લેશે. લગ્નના ફંક્શન ૨ ડિસેમ્બરથી શરૂ થશે. હંસિકા અને સોહેલ ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે. હંસિકા અને સોહેલના લગ્ન જયપુરમાં યોજાવાના છે. જેમાં નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ થશે.

૨ ડિસેમ્બરે સૂફી નાઈટનું આયોજન કર્યું છે. જે બાદ બીજા દિવસે મહેંદી અને સંગીત યોજાશે. ૪ ડિસેમ્બરે સાંજે હલ્દી સેરેમની અને સાંજે લગ્ન થશે. ત્યારપછી કસિનો થીમ પાર્ટીનું પણ આયોજન કરાયું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers