Western Times News

Gujarati News

ઈશાએ પરિવારના સભ્યો અને મિત્રો સાથે કરી બર્થ ડે પાર્ટી

મુંબઈ, ઈશા દેઓલ દર વર્ષે તેનો બર્થ ડે પરિવારના સભ્યો અને ખાસ મિત્રો સાથે સેલિબ્રેટ કરે છે. આ વખતે પણ તેણે તેમ જ કર્યું હતું. બુધવારે ૪૧મા બર્થ ડે પર તેણે તેના ઘર પર જ બ્લેક શ્ વ્હાઈટ થીમ પર રૂફ ટોપ પાર્ટી કરી હતી. જેમાં રકુલ પ્રીત સિંહ, જેકી ભગનાની, સ્મૃતિ ખન્ના, ગૌતમ ગુપ્તા, તુષાર કપૂર, ઝાયદ ખાન, ફરદીન ખાન તેમજ મમ્મી હેમા માલિની, પિતા ધર્મેન્દ્ર અને બહેન આહના સામેલ થયા હતા.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ઈશા દેઓલે ફેન્સ સાથે બર્થ ડે સેલિબ્રેશનની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે વ્હાઈટ કલરના બોડીકોન ગાઉનમાં જાેવા મળી. લાઈટ મેકઅપ અને સિમ્પલ ઈયરરિંગ્સમાં તે ગોર્જિયસ લાગતી હતી. તો પતિ ભરત તખ્તાનીએ તેની સાથે ટિ્‌વનિંગ કરતાં વ્હાઈટ શર્ટ અને ડેનિમ પહેર્યું હતું.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં સેલિબ્રેશનમાં સામેલ થયેલા તમામ કેમેરા સામે જાેઈને સ્માઈલ કરી રહ્યા છે. ટેબલ પર અલગ-અલગ પ્રકારની ચાર-પાંચ યમ્મી કેક પડી છે. બીજી તસવીરમાં બર્થ ડે ગર્લ સાડીમાં છે અને તેણે વાળમાં ક્યૂટ હેરબેન્ડ લગાવી છે. તે માતા-પિતાને ભેટીને પોઝ આપી રહી છે.

એક તસવીરમાં તે નાચતી તો અન્ય તેને ચીયર કરતાં દેખાયા. આ સિવાય એક તસવીરમાં એક્ટ્રેસ રકુલ સાથે વાત કરવામાં મશગૂલ છે. આ સાથે તેણે લખ્યું છે ‘જન્મદિવસ પર શુભેચ્છા અને આશીર્વાદ મોકલવા માટે આભાર. ખૂબ પ્રેમ અને કૃતજ્ઞતા. ઈશા દેઓલને બર્થ ડે પર મમ્મી હેમા માલિની તરફથી સુંદર ભેટ પણ મળી હતી.

તેમણે દીકરી માટે હાથેથી લખેલી નોટની સાથે ફૂલ મોકલ્યા હતા. જેની ઝલક એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દેખાડી હતી અને આ સાથે લખ્યું છે ‘આભાર મારી પ્રેમાળ મમ્મી. દેઓલે કહ્યું હતું કે, ‘જ્યારે હું બાળક હતી ત્યારે હંમેશા મમ્મીની આસપાસ રહેતી હતી, પરંતુ જ્યારે મોટી થઈ ત્યારે મિત્રો સાથે વધારે વ્યસ્ત રહેતી હતી.

તે સમયે અમે લંડનમાં હતા. હું મારા મિત્રો સાથે જતી અને તેઓ એકલા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમને લાગતું હતું કે, તેમની દીકરી મોટી થઈ ગઈ અને તેને કોઈની જરૂર નથી. તેથી, આ સમયે હું કબૂલાત કરવા માગુ છું કે જીવનમાં એક પણ દિવસ એવો નહીં હોય જ્યારે મને તેમની જરૂર નહીં પડે. આજે હું ખરા હૃદયથી કહેવા માગું છું કે, મારા મમ્મી જ મારા બેસ્ટ ફ્રેન્ડ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.