Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વીકિએ મમ્મીના બર્થ ડે પર શેર કર્યો ખાસ વિડીયો

મુંબઈ, કેટરિના કૈફે હાલમાં જ કોફી વિથ કરણ ૭ના એપિસોડમાં ખુલાસો કર્યો હતો કે, તેનો પતિ વિકી કૌશલ ફેમિલી મેન છે. મતલબ કે, વિકી માટે પરિવારનું વિશેષ મહત્વ છે. કેટરિનાએ જણાવ્યું હતું કે, વિકી કૌશલ એકદમ ગુણી છે અને પરિવારને હંમેશા દિલની નજીક રાખે છે.

કેટરિનાની આ વાતને વિકીએ હાલમાં જ સાચી પાડી છે. વિકી કૌશલના મમ્મી વીણા કૌશલનો આજે એટલે કે ૩ નવેમ્બરે જન્મદિવસ છે ત્યારે તેણે ખાસ વિડીયો શેર કરીને શુભકામના આપી છે. વિકી કૌશલે શેર કરેલા વિડીયોમાં જાેઈ શકો છો તે મમ્મી પાસે બેસીને તેલ માલિશ કરાવી રહ્યો છે.

મમ્મીનો હાથ વાળમાં ફરી રહ્યો છે ત્યારે વિકીને કેટલો સુખદ અનુભવ થઈ રહ્યો છે તે તેના હાવભાવ પરથી જાેઈ શકાય છે. વિકી કૌશલે આ વિડીયો શેર કરતાં લખ્યું, હેપી બર્થ ડે મા. તમારો માર અને માલિશ બંને શાંતિ આપે છે. લવ યુ. આ પોસ્ટ પર કેટરિના કૈફે પણ કોમેન્ટ કરી છે.

કેટરિનાએ પતિ અને સાસુના આ વિડીયો પર હાર્ટ ઈમોજી થકી પ્રેમ વરસાવ્યો છે. વિકીના નાના ભાઈ સની કૌશલે પણ બર્થ ડે પર મમ્મીને શુભેચ્છા આપી છે. મમ્મીને કિસ કરતી તસવીર શેર કરતાં સનીએ લખ્યું, ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે સમજાયું કે ઝણઝણાટ પણ કંઈક હોય છે. માએ બધું જ આપ્યું, શું કહ્યું? માનતા પણ એક વસ્તુ છે? માના પ્રેમના છાંયડામાં કેટલીય બપોર કાઢી છે.

આ અભિમાન કરે છે કે, જન્નત પણ વસ્તુએ છ. હેપી બર્થ ડે મા. વર્કફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ હાલ મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે સારા અલી ખાન સાથે ફિલ્મમેકર લક્ષ્મણ ઉટેકરની અનામી ફિલ્મમાં દેખાશે.

ઉપરાંત ‘ગોવિંદા નામ મેરા’માં પણ વિકી જાેવા મળશે. સનીના વાત કરીએ તો તે જ્હાન્વી કપૂર સાથે ફિલ્મ ‘મિલિ’માં દેખાશે. કેટરિના કૈફ હાલ ફિલ્મ ‘ફોન ભૂત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૪ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ સિવાય કેટરિના પાસે ‘મેરી ક્રિસમસ’ અને ‘જી લે ઝરા’ જેવી ફિલ્મો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers