Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દીપિકા સાથે એક્ઝોટિક વેકેશન પર રણવીર સિંહ

મુંબઈ, બેક-ટુ-બેક પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેવા છતાં દીપિકા પાદુકોણ તેમજ રણવીર સિંહ એકબીજા માટે પૂરતો સમય કાઢી લે છે અને ફરવા માટે સિક્રેટ ડેસ્ટિનેશન પર ઉપડી જાય છે. હાલમાં બંને ફરી એક્ઝોટિક વેકેશન પર ગયા હતા, જેની ઝલક એક્ટરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર દેખાડી છે.

વેકેશન દરમિયાન કપલે યૉટ રાઈડ પણ એન્જાેય કરી હતી. તેઓ કયા ફરવા ગયા હતા અને ક્યારે ગયા હતા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વીડિયોમાં, રણવીર અને દીપિકાને બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં ટિ્‌વનિંગ કરતાં જાેઈ શકાય છે. એક્ટ્રેસે વ્હાઈટ ટીશર્ટ અને બ્લેક શોર્ટ્‌સની સાથે વ્હાઈટ શૂઝ અને મોજા પહેર્યા છે. આ સિવાય વાળ બાંધીને રાખ્યા છે તેમજ મોટા ગોગલ્સ ચડાવ્યા છે.

બીજી તરફ, રણવીર સિંહે વ્હાઈટ ટીશર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટની સાથે વ્હાઈટ સનગ્લાસિસ અને યલ્લો સ્લિપર પહેર્યા છે. વીડિયોનો સાઉન્ડ બંધ રાખ્યો છે તેથી રણવીર દીપિકાને શું કહી રહ્યો છે તે સંભળાતું નથી. પરંતુ એક્ટ્રેસ જે રીતે તેને પગ પર મારે છે તે જાેઈને તેણે મજાક કરી હશે તેમ લાગે છે. એક્ટરે આ સિવાય એક તસવીર શેર કરી છે, જેમાં તેને સેલ્ફી રહ્યો છે અને તેવી લાંબા વાળ હવામાં લહેરાઈ રહ્યા છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ૨૦૧૮માં ઈટાલીમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેઓ ૧૪મી નવેમ્બરે ચોથી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે. થોડા સમય પહેલા કપલના લગ્નજીવનમાં કંઈક ઠીક ન ચાલી રહ્યું હોવાના રિપોર્ટ્‌સ હતા.

આ દરમિયાન એક સમિટમાં રણવીરે પત્નીના કામના વખાણ કર્યા હતા અને જ્યારે તેમના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું હતું. ‘ટચવૂડ. અમે ૨૦૧૨માં મળ્યા હતા અને ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું, તેથી હું અને દીપિકા સાથે છીએ તેના ૨૦૨૨માં દસ વર્ષ થઈ ગયા છે, ટચવૂડ.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણની શાહરુખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથેની ફિલ્મ ‘પઠાણ’નું એક દિવસ પહેલા જ ટીઝર લોન્ચ થયું હતું, જેને લોકો તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી. આ સિવાય તે સાઉથ સ્ટાર પ્રભાસ સાથે ‘પ્રોજેક્ટ કે’માં કામ કરી રહી છે. તેની પાસે ફિલ્મ ‘ફાઈટર’માં પણ છે, જેમાં તે પહેલીવાર હૃતિક રોશન સાથે જાેડી જમાવતી જાેવા મળશે.

દીપિકા પાદુકોણ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’નો પણ ભાગ છે. બીજી તરફ, રણવીર સિંહની પણ બેક-ટુ-બેક બે ફિલ્મ રિલીઝ થશે. જેમાંથી એક કરણ જાેહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’ છે, જેમાં ફરી એકવાર તે અને આલિયા ભટ્ટ સ્ક્રીન શેર કરશે. તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’ પણ છે, જેની લીડ એક્ટ્રેસ જેક્લીન ફનાર્ન્ડિઝ અને પૂજા હેગડે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers