The Crewમાં ફિલ્મી પડદે સાથે દેખાશે કરીના, તબૂ અને ક્રિતી
મુંબઈ, કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા વીરે દી વેડિંગ બનાવ્યા બાદ એકતા કપૂર અને રિયા કપૂર ફરી એકવાર નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે કરીના કપૂરની સાથે ફિલ્મમાં ક્રિતી સેનન અને તબુ હશે.
તેમની આગામી ફિલ્મનું નામ ધ ક્રૂ છે. મંગળવારે સાંજે એક ફેશન મેગેઝિનના કવર સાથે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. કવર ફોટોશૂટમાં કરીના, તબુ અને ક્રિતી ત્રણેય બ્લેક કલરના આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે.
રિયા કપૂરે મેગેઝિનના કવર સાથે ફિલ્મનું પોસ્ટર શેર કરતાં લખ્યું, ત્રણ વર્ષ સુધી સપનું સેવ્યું, લખ્યું અને આયોજન કર્યું અને હવે એકતા કપૂર સાથે મળીને નવેમ્બર મહિનાનું અમારી ડ્રીમ કાસ્ટ સાથેનું @voguindiaનું કવર આવી ગયું છે. ‘ધ ક્રૂ’માં કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સેનન જાેવા મળશે. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૨૩થી શરૂ થશે.
ફિલ્મ રાજેશ ક્રિષ્નને લખી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ ફિલ્મ એરલાઈન ઈન્ડસ્ટ્રી આધારિત કોમેડી ફિલ્મ છે. કરીના કપૂરે જુલાઈ મહિનામાં જ ફરી એકવાર રિયા કપૂર સાથે કામ કરી રહી હોવાની પુષ્ટિ કરી હતી. જાેકે, તેણે એ વખતે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂરે તબુ, ક્રિતી અને કરીનાના વખાણ કરતાં કહ્યું હતું કે, ફિલ્મી પડદે ત્રણેયનો અલગ જાદુ છે.
તેમના અભિનય શક્તિ અને મંત્રમુગ્ધ કરતાં વ્યક્તિત્વને લીધે જ તેઓ આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે. દરેકે પોતાના દશકામાં દર્શકોના દિલ પર રાજ કર્યું છે. ‘ધ ક્રૂ’માં આ ત્રણેય સિવાય હું બીજા કોઈને કલ્પી નથી શકતી. એકતા કે રિયાએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર નથી કરી પરંતુ ૨૦૨૩ના અંતે કે ૨૦૨૪ની શરૂઆતમાં ‘ધ ક્રૂ’ રિલીઝ થઈ શકે છે.SS1MS