Western Times News

Gujarati News

આઈટી કર્મચારીઓ માટે દરરોજ ૧૪ કલાક કામ કરવાના બિલ પર કર્ણાટક સરકારની પીછેહઠ

કર્ણાટક, કર્ણાટકની કોંગ્રેસ સરકાર ફરી ચર્ચામાં છે. એક સપ્તાહમાં બીજી વખત સિદ્ધારમૈયા સરકાર પોતાના નિર્ણય પર પાછા ફરતી જોવા મળી રહી છે. રાજ્ય સરકારે આઈટી કર્મચારીઓ માટે દરરોજ ૧૪ કલાક કામ કરવાની જોગવાઈ કરતા બિલ પર યુ-ટર્ન લીધો છે.

શ્રમ મંત્રી સંતોષ લાડે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે ટેક સેક્ટરના લોકો વધુ કલાકો કામ કરે તે માટે આઈટી ઈન્ડસ્ટ્રી તરફથી કાયદો બનાવવાનું દબાણ છે, પરંતુ તેઓ આ બાબતનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

મંત્રી લાડે કહ્યું કે સરકાર હજુ પણ બિલની તપાસ કરી રહી છે, જે સોફ્ટવેર પ્રોફેશનલ્સને દરરોજ ૧૪ કલાક કામ કરવાની ફરજ પાડશે.જો કે ભાજપ આ બિલનો સતત વિરોધ કરી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે આ મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે. સરકાર આ મામલે એકપક્ષીય નિર્ણય લઈ શકે નહીં.

આઈટી સેક્ટરના કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનોએ પહેલાથી જ આ પગલાનો વિરોધ કર્યાે છે અને તેને અમાનવીય ગણાવ્યું છે. વિરોધના કારણે સરકાર આ બિલ પર કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજેન્દ્રએ કહ્યું કે અમારી મુખ્યમંત્રીને અપીલ છે કે બેંગલુરુ વૈશ્વિક આઈટી હબ છે.

આ નિર્ણય દરેકને વિશ્વાસમાં લઈને લેવો જોઈએ.વાસ્તવમાં મંત્રી સંતોષ લાડે કહ્યું કે આ બિલ અમારી પાસે આઈટી ઈન્ડસ્ટ્રીના દબાણને કારણે આવ્યું છે. આઈટી મંત્રી પ્રિયંક ખડગે પોતે આ પ્રસ્તાવ લાવ્યા નથી. ૧૪ કલાક કામકાજના દિવસનું બિલ પાસ કરવા માટે ઉદ્યોગપતિઓ અમારા પર દબાણ કરી રહ્યા છે. જો કે, આ બિલ અમારી પાસે છે અને અમે (શ્રમ વિભાગ) તેનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.

આઈટી વડાઓ અને મોટી કંપનીઓના માલિકોએ આ અંગે ચર્ચા કરવાની જરૂર છે. હાલમાં, જો આ સુધારો લાગુ કરવામાં આવે છે, તો તે રાજ્યની રાજધાની બેંગલુરુને અસર કરશે, જે દેશનુ આઈટી હબ છે.સંતોષ લાડે વધુમાં કહ્યું કે, હવે પ્રશ્ન એ છે કે હું ઇચ્છું છું કે તમામ ઔદ્યોગિક વડાઓ આ અંગે ચર્ચા કરે કારણ કે આ મુદ્દો પબ્લિક ડોમેનમાં છે. લોકો તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે.

હું ઈચ્છું છું કે તમામ મુખ્ય હિતધારકો આ અંગે ચર્ચા કરે. મામલો જગજાહેર બન્યો હોવાથી આઈટી કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું, હું ઈચ્છું છું કે લોકો તેમના મંતવ્યો શેર કરે. તેના આધારે, અમે એક વિભાગ તરીકે ચોક્કસપણે આ મુદ્દા પર ધ્યાન આપીશું.

મંત્રીએ કહ્યું કે આઈટી કંપનીઓ, માલિકો અને ડિરેક્ટરોએ આગળ આવવું જોઈએ અને વર્ક-લાઈફ બેલેન્સના મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ. શા માટે આઈટી વડાઓ આ વિશે વાત કરતા નથી? પ્રતિસાદ હકારાત્મક હોય કે નકારાત્મક, સરકાર વિચારશે કે શું કરવાની જરૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.