KBCની ગેમમાં અચાનક કોમ્પ્યુટર જી બંધ થઈ ગયા
મુંબઈ: કૌન બનેગા કરોડપતિ ૧૨ના લેટેસ્ટ એપિસોડમાં દર્શકોને કંઈક એવું જોવા મળ્યું જેની તેમણે તો શું ખુદ શોના હોસ્ટ અમિતાભ બચ્ચને પણ કલ્પના નહીં કરી હોય. હકીકતમાં ગેમ શોની વચ્ચે અચાનક જ અમિતાભ બચ્ચનના ‘કોમ્પ્યુટર જી’ અમુક સેકન્ડ માટે બંધ થઈ ગયા. તેનાથી બિગ બી પણ હેરાન રહી ગયા અને સમજી ન શક્યા કે અચાનક આ શું થઈ ગયું. લેટેસ્ટ એપિસોડમાં પટણાની રાજ લક્ષ્મી બાદ હોટ સીટ પર મુંબઈના સ્વપ્નિલ જોશી હોટ સીટ પર બેઠા હતા. ગેમ શરૂ થઈ. ૧ હજાર રૂપિયા માટે પહેલો સવાલ પૂછ્યા બાદ જેવા અમિતાભ બચ્ચન ૨ હજાર રૂપિયાનો સવાલ પૂછવા ગયા કે તેમનું કોમ્પ્યુટર ૧૦ સેકન્ડ માટે બંધ થઈ ગયું.
એવામાં અમિતાભ બચ્ચન વારંવાર રિપીટ કરતા રહ્યા અને ૨ હજાર રૂપિયા માટે આ રહ્યો તમારો બીજો સવાલ. પરંતુ કોમ્પ્યુટર જી ક્યાં સાંભળવાના હતા. તે તો અટકી ગયા. આ જોઈને હેરાન અમિતાભ બચ્ચને કહ્ય કોમ્પ્યુટર જી તો અટકી ગયા. આ બાદ તેઓ આપસાસમાં મદદ માટે જોવા લાગ્યા. તેઓ કોઈને બોલાવે તે પહેલા જ કોમ્પ્યુટર જી ફરીથી ચાલુ થઈ ગયા અને ગેમ ફરીથી ચાલુ થઈ ગઈ.
કેબીસીની વાત કરીએ તો આ લોકપ્રિય શોની ૧૨મી સીઝન અત્યારે ચાલી રહી છે. કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થયેલા અમિતાભ બચ્ચન હાલમાં શોને હોસ્ટ કરી રહ્યા છે. શોના સેટ પર કોરોનાને જોતા તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. શોના ક્રૂ મેમ્બર્સ પણ ઁઁઈ કિટ અને ફેસ શિલ્ડ સાથે જોવા મળે છે. ઉપરાંત અમિતાભ બચ્ચનની એન્ટ્રી માટે શોના સેટ પર એક અલગ એન્ટ્રી પોઈન્ટ બનાવાયો છે, જેનો ઉપયોગ તે એકલા જ કરે છે.