10 હજાર ફૂટ ઉંચાઈ પર Kedarnathમાં દવા ડ્રોનથી પહોંચશે
ઉતરાખંડ સરકારે હવે રાજયના દુર્ગંમ વિસ્તારોમાં દવા પહોંચાડવા માટે ડ્રોનની સહાયતા લીધી છે. ઋષીકેશ ખાતેની એઈમ્સ દ્વારા આ સુવિધા ચાલુ કરાઈ છે અને ખાસ કરીને ચારધામ યાત્રા સહિતના સમયે જે રીતે લાખો લોકો ઉમટે છે
અને તેમાં કેટલાકને તબીબી સારવાર માટે દવાની ઉપલબ્ધતા અંગે પ્રશ્ર્નો સર્જાય છે અને તેથી ગત વર્ષે 10 હજાર ફુટ ઉંચે કેદારધામ, બદરીનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં જે મેડીકલ કેમ્પ હોય છે
ત્યાં દવા પહોંચાડવા માટે ડ્રોનની સહાયતા લેવાશે. સામાન્ય રીતે અહી દવા પહોંચાડવામાં બે થી ત્રણ કલાકનો સમય લાગે છે તેના બદલે ડ્રોનથી ફકત 30 મીનીટમાં દવા પહોંચી જશે.