Western Times News

Gujarati News

રાજ કપૂરની માલિકીનો ચેમ્બુરનો બંગલો કોણે ખરીદ્યો? જાણો છો

Photo: Twitter

ગોદરેજ પ્રોપર્ટીએ જ કપુર ખાનદાનની બીજી ઐતિહાસિક મિલ્કત ખરીદી: ભવ્ય આવાસ પ્રોજેકટ બનશે
મુંબઈ: એક સમયે ભારત અને વિશ્વમાં જાણીતો મુંબઈ સ્થિત આર.કે. પ્રોડકશન સ્વ. રાજકપુર ફેમીલીનો વિશાળ ફિલ્મ સ્ટુડીયો વેચાઈ ગયા બાદ હવે સ્વ. રાજકપુરની માલિકીનો ચેમ્બુર ખાતેનો બંગલો પણ વેચાયો છે અને આર.કે.સ્ટુડીયો ખરીદનાર ગોદરેજ પ્રોપર્ટીએ જ આ બંગલો ખરીદી લીધો છે. Raj Kapoor bungalow SOLD; Godrej group acquires it after RK Studios

હવે અલ્ટ્રા લકઝરી આવાસ પ્રોજેકટ માટે તૈયારી છે. રાજકપુરના કાનૂની વારસદારો પાસેથી ગોદરેજ પ્રોપર્ટીએ આ સોદો કર્યો છે. સ્વ. રાજકપુરના જયેષ્ઠ પુત્ર અને અભિનેતા રણધીરકપુરે જણાવ્યું કે ચેમ્બુર સ્થિત આ બંગલા સાથે અમારા કુટુંબનો લાગણીનો નાતો છે અને તે એક ઐતિહાસિક વિરાસત પણ છે.

આ અગાઉ 2019માં ગોદરેજ પ્રોપર્ટીએ જ આર.કે.સ્ટુડીયો ખરીદી લીધો હતો અને હવે અહી ગોદરેજ-આરકેએસ રેસીડેન્સ પ્રોજેકટ તૈયાર છે જે આ વર્ષે જ પુરો થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.