કેજરીવાલ CM પદ ન છોડે તો ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરશે
EDના રિમાન્ડમાં જ રહેશે કેજરીવાલ, નીચલી અદાલત બાદ હાઈકોર્ટમાંથી પણ ઝટકો-કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત લથડી
(એજન્સી) નવી દિલ્હી, હાઈકોર્ટમાંથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ લગાવવામાં આવેલી અરજી પર તેમને રાહત આપવાની ના પાડી દીધી છે. કોર્ટે આ અરજી રદ કરતા કહ્યું કે, ધરપકડ દરમ્યાન ઈડીને અમુક તથ્ય મળ્યા હશે, જે સુનાવણી દરમ્યાન કોર્ટની સમક્ષ રજૂ કરવા માગતા હશે. Kejriwal will remain in the remand of ED, after the lower court also shake from the high court
દરમિયાન દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને સવાલ કરાયો હતો કે શું દિલ્હીની સરકાર હાલ જેલમાંથી ચલાવવામાં આવશે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું દેશના નાગરિકોને ખાતરી આપવા માગુ છું કે દિલ્હીની સરકાર જેલમાંથી નહીં ચાલે. એવા અહેવાલો સામે આવ્યા છે કે જો સીબીઆઇ પણ કેજરીવાલને કસ્ટડીમાં લે તો જેલમાંથી સરકાર ચલાવવાની મુશ્કેલ સાબિત થઇ શકે છે.
એવામાં દિલ્હીના મુખ્યમંત્રીનું પદ દિલ્હીના નાણા મંત્રી આતિશી અથવા તો કેજરીવાલના પત્ની સુનિતા સંભાળી શકે છે તેવા અહેવાલો સામે આવ્યા છે. જોકે આ અંગેનું ચિત્ર એક બે દિવસમાં સ્પષ્ટ થઇ શકે છે. જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ ના છોડે અને જેલમાંથી જ લાંબો સમય સુધી સરકાર ચલાવે તો ઉપરાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભલામણ કરી શકે છે.
આ તથ્ય આ અરજી માટે જરુરી હશે. સવારે હાઈકોર્ટે સીએમ કેજરીવાલ અને ઈડી તરફથી દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જ્યારે કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત લથડી હોવાની વિગતો પણ બહાર આવી છે.
ઈડી તરફથી રજૂ થયેલા એએસજે રાજૂએ સીએમને રાહત આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે સીએમ તરફથી હાજર થયેલા વકીલોને ફૌઝ પર વાંધો ઉઠાવ્યો હતો. ઈડીનું કહેવું છે કે, ગોવા ઈલેક્શનને ફંડ કરવા માટે સીએમ કેજરીવાલે સાઉથ ગ્રુપને શરાબ નીતિની મદદથી ફાયદો પહોંચાડ્યો. બદલામાં ગોવા ચૂંટણીમાં તેમને ભરપૂર ફંડ મળ્યું.
સીએમ કેજરીવાલ તરફથી હાજર થયેલા વકીલ અભિષેક મનું સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, એવું ન થઈ શકે કે, તમે કોઈ દિવસે કહી દો કે અમે તમને ધરપકડ કરવા માગીએ છીએ, કેમ કે અમારી પાસે ધરપકડ કરવાનો અધિકાર છે. તેથી ધરપકડની ઈચ્છા પુરી કરવા માટ અમે તેમની ધરપકડ કરી રહ્યા છે.
સિંઘવીએ કહ્યું કે, પ્રોસિક્યૂશનનો કેસ શરુ થયો ઓગસ્ટ ૨૦૨૨માં અને કેજરીવાલને પહેલું સમન ઓક્ટોબર ૨૦૨૩માં આવ્યું. સહયોગ નહીં કરવાનો તેનો તપાસ એજન્સી હાલમાં જ ખૂબ દુરુપયોગ કરી રહી છે. કેમ કે તમે તમારા વિરુદ્ધ લાગેલા આરોપોનો સ્વીકાર નહીં કરીને તપાસમાં સહયોગ નથી કરી રહ્યા, એટલા માટે તમને ધરપકડ કરી રહ્યા છીએ.
શું આ યોગ્ય છે. જો તેઓ મારી ભૂમિકાની તપાસ કરવા માગે છે તો પણ ચૂંટણીના બે મહિના પહેલા ધરપકડ કરવાની શું જરુર પડી. ત્યાં સુધી કે તેમને હજુ મારી (કેજરીવાલની) ભૂમિકાને લઈને સ્પષ્ટતા નથી, શંકા છે. એવું શું છે જે ધરપકડ વિના થઈ શકતું નથી? દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ઈડીની કસ્ટડીમાં છે જ્યાં તેમની તબિયત લથડી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે કેજરીવાલના લોહીમાં શુગરના લેવલમાં ઉતારચઢાવ આવી રહ્યો છે. છેલ્લે બ્લડ શુગરનું લેવલ ઘટીને ૪૬ પર આવી ગયું હતું જે ખતરનાક સ્થિતિ છે તેમ ડોક્ટરો જણાવે છે. કેજરીવાલના પત્ની સુનિતાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે મંગળવારે સાંજે તેઓ જેલમાં પોતાના પતિને મળવા ગયા હતા. અરવિંદ કેજરીવાલને ડાયાબિટીસ છે, સુગર લેવલ ઠીક નથી, પણ તેમનું મનોબળ મજબૂત છે.