Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીએ બંગાળના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે શું કરી વાતચીત ?

EDએ પશ્ચિમ બંગાળમાં ૩૦૦૦ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ ગરીબોના પૈસા છે.

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી લૂંટાયેલા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ વાત કહી.

પીએમ મોદીએ રાજમાતા સાથે વાતચીતમાં કહ્યું, હું કાયદાકીય સલાહ લઈ રહ્યો છું. ઈડીએ પશ્ચિમ બંગાળમાં ૩૦૦૦ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ ગરીબોના પૈસા છે. કોઈએ શિક્ષક બનવા માટે પૈસા ચૂકવ્યા, તો કોઈએ કારકુન બનવા માટે પૈસા ચૂકવ્યા. હું કાનૂની સલાહ લઈ રહ્યો છું. મારી ઈચ્છા છે કે નવી સરકાર બનતાની સાથે જ કાયદાકીય જોગવાઈઓ કરવી પડશે, નિયમો બનાવવા પડશે,

હું ગરીબ લોકોના રૂપિયા ૩૦૦૦ કરોડના પૈસા પરત કરવા માંગુ છું જેમણે લાંચ તરીકે પૈસા આપ્યા છે. તમે લોકોને કહો કે, મેં મોદીજી સાથે વાત કરી છે, તેમણે કહ્યું છે કે બંગાળના લોકોએ વિશ્વાસ કરવો જોઈએ કે ઈડીએ જે ૩૦૦૦ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે તે પરત કરવા માટે હું કોઈને કોઈ રસ્તો શોધી લઈશ.

વડાપ્રધાન અને રોય વચ્ચેની વાતચીતની વિગતો આપતા, પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાનનો અંદાજ છે કે રાજ્યમાં નોકરીઓ મેળવવા માટે લાંચ તરીકે આપવામાં આવેલી રકમ લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયા હતી. મોદીએ રોયને તેના વિશે લોકોને જણાવવાનું કહ્યું. તેમણે કહ્યું કે સત્તામાં પાછા ફર્યા બાદ તરત જ તેઓ લોકોના પૈસા પાછા મેળવવાનો રસ્તો શોધી લેશે. વડાપ્રધાને કહ્યું કે જો જરૂર પડશે તો કાયદાકીય વિકલ્પો પણ શોધવામાં આવશે.

મોદીએ ભ્રષ્ટાચારના કેસમાં ઈડી દ્વારા ધરપકડ કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેકો આપવા બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે જેમણે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરી હતી તેઓએ હવે તેમનું વલણ બદલ્યું છે. જોકે તેણે કોઈનું નામ લીધું ન હતું. આ દર્શાવે છે કે તેમની પ્રાથમિકતા દેશ નહીં પરંતુ સત્તા છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે, ભ્રષ્ટાચાર મુક્ત દેશ માટે લડી રહ્યું છે

જ્યારે તમામ ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માટે ભેગા થયા છે. રોય ૧૮મી સદીના સ્થાનિક રાજા કૃષ્ણચંદ્ર રોયના પરિવારના છે. ભાજપે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી બ્રિટિશરોનું કથિત સમર્થન કરવા બદલ શાહી પરિવારને નિશાન બનાવનારાઓ પર પણ મોદીએ વળતો પ્રહાર કર્યો હતો. રોયે મોદીને કહ્યું કે તેમના પરિવારને ‘દેશદ્રોહી’ કહેવામાં આવે છે.

તેમણે કહ્યું કે કૃષ્ણચંદ્ર રોયે લોકો માટે કામ કર્યું હતું અને ‘સનાતન ધર્મ’ બચાવવા માટે અન્ય રાજાઓ સાથે હાથ મિલાવ્યા હતા. આના પર મોદીએ રોયને કહ્યું કે આવા આરોપોથી પરેશાન ન થાઓ. તેમણે કહ્યું કે તેઓ (તૃણમૂલ) વોટ બેંકની રાજનીતિ કરે છે અને તમામ પ્રકારના વાહિયાત આરોપો લગાવશે. વડાપ્રધાને તેમને કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ તેમના પાપ છુપાવવા માટે આવું કરે છે.

તેમણે કહ્યું કે એક તરફ તેઓ ભગવાન રામના અÂસ્તત્વ પર સવાલ ઉઠાવે છે તો બીજી તરફ તેઓ બીજાને બદનામ કરવા માટે બે અને ત્રણ સદી જૂની ઘટનાઓને ટાંકે છે. કૃષ્ણચંદ્ર રોય દ્વારા સામાજિક સુધારણા માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરતી વખતે મોદીએ વિપક્ષને ઠપકો આપતા કહ્યું, આ તેમના બેવડા ધોરણો છે. પ્રથમ ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર રાખો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળના લોકો પરિવર્તન માટે મત આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.