ખાત્રજ ગામેથી બોગસ તબીબ ઝડપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ખેડા – નડીયાદ નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર કોઇપણ જાતની ડોકટરી ડીગ્રી વગર ગેર કાયદેસર રીતે એલોપેથી દવા આપી ગેર કાયદેસર રીતે દવાખાનુ ચલાવતા ઇસમોને પકડી પાડવા સારુ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમા નાઓને સુચના આપેલ
જે સુચના આધારે આજરોજ તા .૧૨ / ૦૭ / ૨૦૨૨ ના રોજ એસ.ઓ.જી.સ્ટાફના માણસો ને બાતમી હકીકત મળેલ કે ખાત્રજ ચોકડી – માંકવા રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષ મા એક ઇસમ ભાડેથી દુકાન રાખી ગેરકાયદેસર દવાખાનુ ખોલી એલોપેથીક દવા આપી સારવાર કરે છે.Bogus doctor caught from Khatraj village
જેથી સીહુંજ પી.એચ.સી.સેન્ટરના મેડીકલ ઓફીસર જયદીપ રાઠોડ નાઓને સાથે રાખી સંયુકત રીતે રેડ કરતા આરોપી ડોકટર બુધાભાઇ રાવજીભાઇ ચૌહાણ રહે. ખાત્રજ, રણછોડપુરા તા. મહેમદાવાદ જી.ખેડા નાઓને જુદી જુદી કંપનીની એલોપેથી દવા ઓ તથા ઇન્જેકશન તથા મેડીકલ સાધન સામગ્રી સાથે કુલ્લે કી.રુ ૭૭૪૪.૦૨ ની સાથે ઝડપી લઇ
તે આધારે પી.એચ.સી.સેન્ટરના ડોકટરએ તેના વિરુધ્ધ મહેમદાવાદ પો.સ્ટે.ખાતે ધી ગુજરાત મેડીકલ રજીસ્ટર મેડીકલ પ્રેકટીસ એકટની કલમ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ઇ.પી.કો.ક .૩૩૬ મુજબ ફરીયાદ રજીસ્ટર કરાવેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) બુધાભાઇ રાવજીભાઇ ચૌહાણ રહે.ખાત્રજ , રણછોડપુરા તા.મહેમદાવાદ જી.ખેડા.