Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાશે

(માહિતી)નડિયાદ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે નારી વંદન ઉત્સવ ઉજવણી કાર્યક્રમના આયોજન બાબતે બેઠક યોજાઈ. જિલ્લા કલેકટરએ વિવિધ વિભાગના સંકલિત પ્રયાસ દ્વારા ઉત્તમ કાર્યક્રમનું આયોજન કરવા માર્ગદર્શક સૂચનો આપ્યા.

ખેડા જિલ્લામાં તા. ૦૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન નારી વંદન ઉત્સવ ઉજવણી બાબતે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તા. ૦૧ ઓગસ્ટ થી અનુક્રમે મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.

વધુમાં કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સાયબર ક્રાઇમ, સુરક્ષા રેલી, શી ટીમ, કરાટે અને સ્વરક્ષણ, ઘરેલુ હિંસા, શિક્ષણ, પોકશો એક્ટ જાગૃતી, કિશોરીઓ સાથે સંવાદ, મેનસ્ટ્રુઅલ હાઈજીનની સમજ, મહિલાઓ માટે રોજગાર, મહિલા ગ્રામસભા, કામકાજના સ્થળે મહિલા જાતીય સતામણી એકટની સમજ, મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ, સ્ત્રી રોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમ યોજાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવા, મહિલા અને બાળ વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી, ખેતીવાડી અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર, પશુપાલન અધિકારી, રમત ગમત અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા ઉદ્યોગ મેનેજર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.