ખેડા જિલ્લા પંચાયતનું સન ૨૦૨૩- ૨૪ નું રૂા.૭૫૬.૫૬ લાખની પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા પંચાયતની આજે બપોરે એક કલાકે મળેલી સામાન્ય સભામાં સન ૨૦૨૩ ૨૪ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો હતો જે અંદાજપત્રને સરવાળો મતે મંજૂર કરવામાં આવ્યું છે આ અંદાજપત્રમાં રૂપિયા ૭૫૬.૫૬ લાખની અંદાજવામાં આવી હતી. વિકાસલક્ષી બજેટ ને જાેતા ખેડા જિલ્લામાં આવનાર સમયમાં વિકાસ કામો જાેવા મળશે ખેડા જિલ્લા પંચાયતની આજે બપોરે એક કલાકે જિલ્લા પંચાયતની કચેરીમાં આવેલા પટેલ હોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભા આટમની છેલ્લી સભા હોય જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેને ઉપસ્થિત તમામ સભ્યોનું આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ જે સાથ સહકાર આપ્યો છે તેના કારણે જ જિલ્લામાં વિકાસલક્ષી કામો થયા છે આ સામાન્ય સભામાં જિલ્લા માં નવા ચૂંટાયેલા ધારાસભ્ય સંજયભાઈ મહીડા, રાજેશભાઈ ઝાલા અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ નયના બેને સન ૨૦૨૨-૨૩ નું સુધારેલું અને સન ૨૦૨૩- ૨૪ નો અસલ અંદાજપત્ર રજૂ કર્યું હતુ આ બજેટમાં સ્વભંડોળની મુખ્ય આવકો જમીન મહેસુલ ઉપર સ્થનિક ઉપકરની આવક રૂ.૧૦૦.૦૦ લાખ ,વિકાસના કામો માટે સ્ટેમ્પ ડ્યુટીની આવક રૂ.૫૦૦.૦૦ લાખ વગેરે મળી કુલ સ્વભંડોની કુલ અંદાજિત આવક ?૨૧૩૯.૮૩ લાખ અંદાજવામાં આવી છે તેની સામે ખર્ચ જાેઈએ તો જિલ્લા પંચાયતના સ્થાનિક વિસ્તારના વિકાસના કામો પાછળ રૂ ૩૦૦લાખ,સમાજકલ્યાણક્ષેત્રે અનુ.જાતિના ઉત્કર્ષ માટેની વિકાસકીય કામો રૂ ૩૪ લાખ,ખેતીવાડી – પશુપાલન ક્ષેત્રે વિકાસકીય કામો.૬૨.૫૦ લાખ,શિક્ષણક્ષેત્રે શાળા વિજ્ઞાનમેળો,ખેલ મહાકુંભ, જેવી વિવિધ ક્ષેત્રે.રૂ ૧૮.૫૦ લાખ ,મહિલા અને બાળ વિકાસ-આરોગ્ય/કુટુંબ ક્લ્યાણ ક્ષેત્રે રૂ ૧૦.૫૦ લાખ,જાહેર બાંધકામ – નાની સિંચાઇ ક્ષેત્રે વિવિધ યોજનાકીય કામો ૨૩૦લાખ,જિલ્લા પંચાયતના કર્મચારીઓની કલ્યાણ નિધિ માટે રૂ ૩૦ લાખ( આકસ્મિક મૃત્યુ સહાય-યોજના રૂ.૧.૦૦ લાખ લેખે ) જાેગવાઇઓ કરેલ છે.
પદાધિકારીઓના માનદવેતનમાં ૧૨% લેખે જાેગવાઇ વધારેલ છે.આમ સને.૨૦૨૩-૨૪ માં સ્વભંડોળઅંદાજપત્ર સ્વભંડોળ કુલ અંદાજીત આવકો રૂ.૨૧૩૯.૮૩ લાખ.જેની સામે સ્વભંડોળ કુલ અંદાજીત જાવકો રૂ.૧૩૮૩.૨૭ લાખ અંદાજવામાં આવી છે તે જાેતા સ્વભંડોળ કુલ અંદાજીત પુરાંત (સિલક) રૂ.૭૫૬.૫૬ લાખ. રહેશે આમ ખેડા જિલ્લા પંચાયતનું પૂરાંતવાળું વિકાસલક્ષી બજેટ આજે સરવાળો મતે મંજૂર કરવામાં આવ્યું હતું