Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા પોલીસે એમપીના ૧૧ ચોરોની ગેંગ પકડી

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ગુજરાત સહિત દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોના નાના મોટા શહેરોમાં બેંકો, લગ્ન રિસેપ્શન તથા અન્ય પ્રસંગોએ ટાબરીયાઓ તથા મહિલાઓ દ્વારા ચોરી કરતી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયા સાસી ગેંગના આરોપીઓ ને ખેડબ્રહ્મા પોલીસના બાહોશ સ્ટાફે ખેડબ્રહ્મા ના બસ સ્ટેન્ડ પાસેથી અંબાજી જઈ રહ્યા હતા ત્યારે શકના આધારે ઝડપી પાડી દિલીપસિંહ માનસિંગ સિસોદિયા, અમિતસિઘ તખતસિઘ સિસોદિયા, મોનુસિંઘ નરપતસિંહ સિસોદિયા અને કુલજીતસિંહ સિસોદિયા ને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં અને આ વિસ્તારના સીસીટીવી કૂટેજ મેળવી તપાસ કરતા આ શક્શો ભાગી પડ્યા હતા અને તેમની સાથે બીજી મહિલાઓ તથા ટાબરીયા હોવાનું કબૂલી લીધું હતું. અને આંતરરાષ્ટ્રીય ચોરી ચીલઝડપ, બેગ લિફ્ટિંગ અને અન્ય ગૂના કરતા હોવાનું સ્વીકારી લીધું હતું.

એ સાથે અન્ય આઠ મહિલા પુરુષોને સ્વીફ્ટ ગાડી નંબર એમપી ૦૯ ુહ્વ ૪૪૫૨ સાથે પકડી પાડ્યા હતા. અને અન્ય ત્રણ મહિલા આરોપીઓને પકડવા ચકવી ચક્રો ગતિમાન કર્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં આ ગેંગે બરોડા ગ્રામીણ બેંકમાં થોડા જ દિવસો પહેલો ખેરોજના રમેશભાઈ અમરતભાઈ પંચાલ જેઓ બેન્કમાંથી પૈસા ઉપાડી બહાર આવી રહ્યા હતા ત્યારે આ ગેંગની મહિલાએ તેમના થેલમાંથી એક લાખ રૂપિયા સેરવી લેતાં ખેડબ્રહ્મા માં પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ માં આગે પકડાઈ જવા પામેલ છે.

પકડાયેલ આરોપીઓ ૧. રીમાબેન કરમસિંઘ ઇન્દ્રસિંહ સિસોદિયા ૨. રોમાબેન વિરેન્દ્રસિંહ દર્શનસિંહ સિસોદિયા ૩. વંશીકાબેન વિનોદ સિંહ ઘનશ્યામસિંહ સિસોદિયા ૪. શીતલબેન જાેની કનૈયાલાલ સિસોદિયા ૫. રીંકીબેન અજબસિંગ સિસોદિયા ૬. ગૌતમભાઈ મોડસિઘ છાયલ ૭. દિલીપ સિંહ માનસિંગ સિસોદિયા ૮. અમિત સિંહ તખતસિંહ સિસોદિયા ૯. મનુસિંગ સિસોદિયા તમામ રહેવાસી કડિયાસાચી. તાલુકો પછોલ જીલ્લો રાજગઢ એમપી ૧૦. કુલજીતસિંહ સિસોદિયા ૧૧. નીતુબેન જીતેન્દ્રસિંહ કનૈયાલાલ સિસોદિયા બંને રહેવાસી ગુલખેડી તાલુકો પછોલ જીલ્લો રાજગઢ વોન્ટેડ આરોપી ૧. સબ્બુ વા/ઓ ચેતનસિંહ સિસોદિયા ૨. સલમા ના/ઓ સૂરજસિઘ સિસોદિયા ૩. રીના ના/ઓ ઓમપ્રકાશસિઘ સિસોદિયા રહે. કડિયા સાચી, પછોલ જીલ્લો રાજકોટ એમપીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.