કુમકુમ ભાગ્યની અભિનેત્રી ઝરીના ખાનનું નિધન
મુંબઈ: યે રિશ્તા ક્યા કહેલાતા હે અને કુમકુમ ભાગ્ય જેવા મોટી ટીવી સિરિયલ્સમાં નજરે પડનારી અભિનેત્રી ઝરીના રોશન ખાનનું નિધન થયુ છે. કાર્ડિએક અરેસ્ટને કારણે તેમનું ૫૪ વર્ષની ઉમંરમાં નિધન થયું છે. તેમણે પોતાના કેરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કર્યું હતું. કુમકુમ ભાગ્યમાં તે ઇંદુ દાસીની ભૂમિકામાં કરી રહ્યાં હતાં.
ઝરીના રોશન ખાનનાં નિધનની ખબર બાદ શોનાં મુખ્ય કલાકાર શબ્બીર આહલૂવાલિયા અને શ્રીતિ ઝા સહિત અનેક સ્ટાર્સે તેમને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. શબ્બીરે ઝરીના રોશન ખાન સાથે એક ફોટો શેર કરી છે. જેમાં શબ્બીર તેમને કિસ કરતા દેખાઇ રહ્યાં છે.
જ્યારે શ્રીતિ ઝાએ પણ ઝરીન રોશનની સાથે એક ફોટો શેર કર્યો છે. જેની સાથે તેમણે બ્રોકન હાર્ટ ઇમોજી બનાવી છે. આ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં ઝરીના, શ્રીદેવીનાં ગીત હવા-હવાઇ પર ડાન્ કરતી દેખાય છે. શોનાં અન્ય એક્ટર વિન રાણા એટલે પૂરબે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઝરીનની એક તસવીર શેર કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.