લાલ સિંહ ચઢ્ઢાનું જબરદસ્ત એડવાન્સ બુકિંગ, રક્ષાબંધનને છોડી પાછળ
મુંબઈ, બોલિવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ ૧૧ ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે.
રિલીઝ પહેલાથી જ આ બંને ફિલ્મો ખૂબ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર બંનેના બોયકોટની માગ ઉઠી રહી છે. તો કેટલાક લોકો ફિલ્મને સપોર્ટ પણ કરી રહ્યા છે. જાેકે, લાગી રહ્યું છે કે, બોયકોટની માગની ફિલ્મના કલેક્શન પર ખાસ અસર નહીં પડે કારણકે એડવાન્સ બુકિંગના આંકડા ચોંકાવનારા છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની વાત કરીએ તો તેનું શાનદાર એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે.
બોક્સઓફિસ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, એડવાન્સ બુકિંગ થકી જ આ ફિલ્મ ૮ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લેશે. દિલ્હી-એનસીઆરમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ જાેરશોરથી થઈ રહ્યું છે. આ ફિલ્મ પંજાબની પૃષ્ઠભૂમિ પર આધારિત છે છતાં આ રાજ્યમાંથી એડવાન્સ બુકિંગ માટે ખાસ ઉત્સાહ નથી જાેવા મળ્યો.
આ તરફ આ જ દિવસે રિલીઝ થનારી અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’નું એડવાન્સ બુકિંગ કંઈ ખાસ નથી. માનવામાં આવી રહ્યું છે કે, એડવાન્સ બુકિંગ થકી આ ફિલ્મ ૩ કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી લેશે. આ આંકડા અક્ષય કુમારની છેલ્લી બે ફ્લોપ ફિલ્મો ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની તુલનામાં સારા છે.
ફિલ્મને જે થોડો ઘણો ફાયદો થતો દેખાઈ રહ્યો છે તે આગામી રજાઓના અઠવાડિયાને લીધે છે. એડવાન્સ બુકિંગમાં ‘રક્ષાબંધન’ ‘લાલ સિંહ ચઢ્ઢા’થી ઘણી પાછળ છે. લાંબા સમય બાદ બોલિવુડની બે મોટી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી છે.
જાેકે, બંને ફિલ્મો કમાણી માટે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસની રજાઓ પાસેથી અપેક્ષા છે. હવે જાેવાનું એ રહેશે કે આ ફિલ્મો રિલીઝ થયા પછી બોક્સઓફિસ પર કેવો વકરો કરે છે.
જણાવી દઈએ કે, ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન સાથે કરીના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય જાેવા મળશે. જ્યારે આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી ‘રક્ષાબંધન’માં અક્ષય ઉપરાંત ભૂમિ પેડનેકર, સાદિયા ખાતીબ અને સીમા પાહવા જેવા કલાકારો મહત્વના રોલમાં છે.SS1MS