લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી
નવી દિલ્હી, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા તેમને દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલ તે ડોક્ટરોની દેખરેખમાં છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર લાલુ યાદવની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે. પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે. એઈમ્સ હોસ્પિટલમાંથી લાલુ યાદવની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં લાલુ યાદવ તેમના શુભચિંતકોથી ઘેરાયેલા હોસ્પિટલના પલંગ પર સૂતેલા જોઈ શકાય છે. લાલુ પ્રસાદ સોમવારે દિલ્હી પહોંચ્યા હતા.
હજુ એ સ્પષ્ટ નથી થયું કે, લાલુ યાદવને અચાનક એવું શું થયું કે, તેમને એમ્સમાં દાખલ કરવા પડ્યા. કેટલાક દાવો કરે છે કે તેઓ નિયમિત તપાસ માટે ગયા હતા જ્યારે અન્ય દાવો કરે છે કે તેઓ બીમાર છે. સોમવારે જ લાલુ યાદવે બિહારને વિશેષ દરજ્જો ન આપવા પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા.
બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની જેડીયુની લાંબા સમયથી ચાલી રહેલી માંગને મોદી સરકારે તાજેતરમાં ફગાવી દીધી હતી. આ પછી લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા.
બિહારને વિશેષ દરજ્જો આપવાની જેડીયુની માંગને મોદી સરકારે ફગાવી દીધા બાદ લાલુ પ્રસાદે સોમવારે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામું આપવું જોઈએ.
જેડીયુ લાંબા સમયથી બિહારને વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે સોમવારે સંસદમાં કહ્યું કે, બિહારને વિશેષ દરજ્જો આપવાનો કોઈ મામલો નથી. આ સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદે નીતિશ કુમારની ટીકા કરતા કહ્યું કે, એવું લાગે છે કે નીતિશ કુમારે સત્તા ખાતર બિહારની આકાંક્ષાઓ અને તેમના લોકોની આસ્થા સાથે સમાધાન કર્યું છે.
લાલુ પ્રસાદે કહ્યું કે, નીતીશે બિહારને વિશેષ દરજ્જો આપવાનો વાયદો કર્યાે હતો, પરંતુ હવે જ્યારે કેન્દ્રએ તેમ કરવાની ના પાડી દીધી છે તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.SS1MS