મહેમદાવાદ ૧૦૮ એમ્બ્યુલન્સ અને માહિતી ખાતુ નડિયાદની પ્રશંસનીય કામગીરી
(પ્રતિનિધિ) નડિયાદ, દેવકી વણસોલના રેશમબેન દિનેશભાઈ ચૌહાણની છાતીમાં અચાનક દુખાવો થતાં તેમને ખાત્રજ-મહેમદાવાદની ૧૦૮ એમ્બ્યુલન્સમાં નડિયાદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે દેવકી વણસોલથી આગળ નડિયાદ તરફના હાઈવે ઉપર એમ્બ્યુલન્સનું ટાયર અચાનક પંચર થયુ હતું.આ જ સમયે નડિયાદ માહિતી ખાતાની ટીમ મહેમદાવાદથી સ્ટોરી કવરેજ કરીને નડિયાદ તરફ પસાર થતા હાઈવે પર ઉભેલી ૧૦૮ એમ્બ્યુલન્સને જાેતા જરૂરી તપાસ કરી હતી.
દરમિયાન પેશન્ટની તકલીફની ગંભીરતાને જાેતા પેશન્ટને તત્કાલ હોસ્પિટલાઈઝ કરવાનું ઉચિત જણાયુ હતુ. ત્યારબાદ, તરત જ માહિતીખાતાની ગાડીમાં પેશન્ટ અને તેના સગાને બેસાડીને નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, માહિતી ઓફિસના કર્મચારીઓએ હોસ્પિટલમાં પેશન્ટ સાથે જઈ પેશન્ટને ઈમરજન્સી વોર્ડમાં એડમીટ કરવામાં જરૂરી મદદ કરી હતી.