ગાડીમાં બોગસ નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ
એસજી હાઈવે પર ટ્રાફિક પોલીસે ઈકો કાર રોકીને દારૂ અને બિયરની બોટલો ઝડપી પાડી
(એજન્સી)અમદાવાદ, ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે કારમાં બોગસ હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવીને દારૂની ખેપ મારવાનો પર્દાફાશ થયો છે. એસજી વન ટ્રાફિક પોલીસે ગઈ કાલે વૈષ્ણોદેવી સર્કલતી સરખેજ તરફ જઈ રહેલી એક શંકાસ્પદ ઈકો કારને રોકી હતી.
કારમાંથી ચાલક અને તેનો મિત્ર ભાગી જતાં ટ્રાફિક પોલીસને શંકા ગઈ હતી, જેથી તેણે કાર ચેક કરી હતી. કાર ખોલતાંની સાથે જ તેમાં દારૂ-બિયરની પેટીઓ મળી આવી હતી, જેથી તેણે સોલા પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગાડીમાં બુટલેગર્સે બોગસ એચએસઆરપી લગાવી હતી.
એસજી વન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મનુભાઈ સહિતની ટીમ દેવનગર સર્કલ પર હાજર હતી
ત્યારે એક સફેદ કલરની ઈકો ગાડી વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ તરફ જઈ રહી હતી. ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ હાથ બતાવીને કારને ઉભી રાખવા માટેનો ઈશારો કર્યાે હતો, જેથી ચાલક ગભરાઈ ગયો હતો. પોલીસ કર્મચારીઓ તહેનાત હ તા તેનાથી થોડાક આગળ ઈકો કાર ઉભી રાખી હતી.કાર ઉભી રાખતાંની સાથે જ કારચાલક અને તેનીસાથે બેઠેલો શખ્સ નાસી ગયો હતો. ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તરત જ ભાગી જનાર બંને શખ્સોનો પીછો કર્યાે હતો, પરંતુ તે હાથમાં આવ્યા નહીં. કારમાં કોઈ શ્કાસ્પદ વસ્તુ પડી હોવાનુ ંવિચારીને પોલીસ કર્મચારીઓ તરત જ ત્યાં પહોંચી ગયા હતા.
પોલીસ કર્મચારીઓએ કાર ખોલીને જોયું તો તેમાં દારૂની પટીઓ પડી હ તી. કારમાં બિયરની ૨૩ પેટી અને દારૂની છ પેટી હતી. ટ્રાફિક પોલીસે તરત જ સોલા પોલીસને જાણ કરી હતી. ટ્રાફિક પોલીસની ટીમે દારૂ પક્ડ્યો હોવાની માહિતી મળતાં સોલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હ તી અને તપાસનો ધમધમાટ શરુ કર્યાે છે. ટ્રાફિક પોલીસે ૮૬ હજારનો દારૂ તેમજ ૬૬ હજારનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. સોલા પોલીસે આ મામલે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
સોલા પોલીસે કુલ ૩.૫૨ લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે બુટલેગર્સે દારુની ખેપ મારવા માટે ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી.
સોલા પોલીસે બુટલેગર સુધી પહોંચવા માટે ગાડી કોની છે તેની તપાસ માટે ઈ-ગુજકોપ એપ્લિકેશનની મદદ લીધી હતી. એપ્લિકેશનના આધારે ખબર પડી ગઈ કે બુટલેગર્સે ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી.
ગાડીમાં લગાવેલી નંબર પ્લેટનો કોઈ રેકોર્ડ ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં હતો નહીં.. પોતાના આર્થિક ફાયદા માટે બોગસ એચએસઆરપી લગાવીને દારૂની ખેપ મારતા હોવાનો પર્દાફાશ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ દારૂનો જથ્થો કોનો હતો અને ઈકો ગાડીનો માલિક કોણ છે તે શોધવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
પોલીસના અંદાજ મુજબ દારૂનો જથ્થો રાજસ્થાનથી આવી રહ્યો હતો. સામાન્ય રીતે દારૂની હેરફેર માટે ઈકોગાડીનો ઉપયોગ થતો નથી, જેના કારણે પોલીસને શંકા પણ ના જાય. જો ટ્રાફિક પોલીસે ઈકોકારને રોકી ન ાહોત તો કદાચ દારૂનો જથ્થો જે તે સ્થળ ઉપર આસાનીથી પહોંચી ગયો હોત.