Western Times News

Gujarati News

લંડનમાં સરદાર પટેલ યુનિ.માં ડમી માર્કશીટ ડિગ્રી સર્ટિ.બનાવનાર દંપતી સામે ફરિયાદ

દંપતીએ લંડનમાં સંખ્યાબંધ લોકોને વીઝા અપાવ્યાનું કહી ઠગાઈ કર્યાનો આક્ષેપ

(એજન્સી)અમદાવાદ,લંડનમાં સરદાર પટેલ યુનિ.ના બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવનાર દંપતી સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં દંપતીએ લંડનમાં સંખ્યામાં લોકોને વીઝા અપાવ્યાનું કહી ઠગાઈ આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી લંડનથી પરત આવેલા વડોદરાના પતિ-પત્નીની સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ૨૮ વર્ષીય સુનિલકુમાર વિષ્ણુભાઈ પ્રજાપતિ કહે છે.

સુનિલે ધોરણ ૧૨ પછી લેવલ-૪, ૫ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટનો ઓનલાઈન કોર્ષ લંડનની બકિંગહામ સાયર ન્યૂ યુનિવર્સિટી ખાતે રહ્યો હતો. બંને કોર્ષ પાસ થયા બાદ લેવલ-૬ માટે તે લંડન ૧૨ એપ્રિલ ૨૦૨૨ના રોજ વીઝા લઈને ગયો હતો. સુનિલના વિઝા ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ પૂરા થતા હતા. આ સમયે લંડન વેમલી ખાતે રહેતા મિતુલ ઉર્ફે ચિંટુ ચાવડા અને તેની પત્ની કૃતિકા (રહે.કિંગડમ, લંડન) સાથે સંપર્ક થયો હતો,

આ સમયે મિતુલે ટેટુ આર્ટિસ્ટ હોવાનું અને પત્ની કેર આસિસ્ટન્ટ હોવાનું કહ્યું હતું. સુનિલના મિત્ર નિકુંજે (હાલ રહે.લંડન) તેના વીઝાનું કામ મિતુલ અને કૃતિકાને આપ્યું હતું. જેમાં ૫૦ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું હતું. બીજી તરફ સુનિલના વીઝા પૂરા થતા હોવાથી તેણે ફેબ્રુઆરી ૨૦૨૩માં તેના વીઝાનું કામ મિતુલ અને કૃતિકાને આપ્યું હતું અને વીઝા પેટે ૧૫ લાખ ખર્ચ થશે જેમાં ૫૦ ટકા રકમ પહેલાં અને પછીનું પેમેન્ટ પગારમાંથી કપાશે તેવું જણાવ્યું હતું.

જેથી સુનિલે તે સમયે ૪૫૦૦ પાઉન્ડ કૃતિના અને ૨૦૦૦ પાઉન્ડ (કુલ રૂપિયા ૬.૫૦ લાખ) મિતુલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ કૃતિકાએ ઈન્ટરવ્યૂની તૈયારી કરો અને આવતા મહિને તારીખ આવી જશે તેમ જણાવ્યું હતું, પરંતુ દિવસો વીત્યા છતા સુનિલનો ઈન્ટરવ્યૂ આવ્યો ન હતો. બીજી તરફ તેના વીઝા પૂરા થતા હતા જેથી તેણે ઝડપી વીઝાની કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

આ દરમિયાન કૃતિકાએ તેના મોબાઈલ પરથી સુનિલને સરદાર પટેલ યુનિ., વલ્લભ વિદ્યાનગરની ડિપ્લોમા ઈન જનરલ ન‹સગ એન્ડ મીડવાઈફ (જીએનએમ)ની વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ ત્રણ વર્ષની ડિગ્રી, ડિગ્રી સર્ટિ., પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, માઇગ્રેશન, સર્ટિફિકેટ અને લેટર ઓફ રેકોમેન્ડેશન મોકલી આપ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.