મોટા કોટડા ફોરેસ્ટમાં બહારના લોકો લંમ્પી રોગવાળી ગાયો ઉતારી જવાના વધતા બનાવ
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ઈડર તાલુકાના મોટાકોટડા માં ખેડ- તસિયા રોડ કોટડાની હદમાં ફોરેસ્ટ એરિયામાં અવાર – નવાર દૂધ ન દેતી ગાયો, લંપીના રોગવાળી ગાયો તેમજ સાંઢ ઉતળી જવના અવાર- નવાર બનાવોથી મોટા કોટડા ના ખેડૂતો પરેશાની ભોગવે છે.
ફાજલ ઢોળાંને વારંવાર મોટા કોટડાના ગ્રામજનો ફાળો એકઠો કરી વર્ષેમાં બે- ત્રણ વખત ઈડર પાંજળાપોળ માં મુકવાની ફરજ પડે છે. ઉભા પાકને રાત્રીના સમયે ભેરાણ થાય છે.
તાજેતરમાં હિંમતનગર તાલુકાના વ્યક્તિઓ આ ફોરેસ્ટ માં ટેમ્પામાં ચાર ગાયો લંમ્પીના રોગથી પીડાતી હતી . તે ગાયો ટેમ્પામાંથી ઉતારી ને ભાગવા જતાં ટેમ્પાનો નંબર આધારે માલીકનો કોન્ટેક કરતા હા – ના કરતા અંતે વાત સ્વિકારી અને મોટા કોટડા બોલાવી આ ઉતરેલા આ ચાર ગાયો પરત ટેમ્પામાં ભરીને મોકલી આપી હતી.
આમ આ વિસ્તારમાં આજુબાજુના ગામો માંથી આવા ફાલતુ ઢોળ દૂધ ન આપતા હોય તેવા પશુઓને વારંવાર ફોરેસ્ટમાં છોડી મુકવાનો સિલસિલો જાેવા મળે છે. જેથી વનવિભાગ અને અન્ય ખાતાકીય કડકાઈ કરી આવા ત્રાસથી ખેડૂતોને મુક્ત કરવાની તાતી જરૂરિયાત છે. તેમ મોટા કોટડાના સરપંચ શ્રીમતી કોકીલાબેન જગુભાઈ પટેલે જણાવ્યું છે.