Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કોંગ્રેસ અધ્યક્ષપદની રેસમાં આ ત્રણ દિગ્ગજોઃ ખેંચતાણ વધુ તેજ

(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટેની ખેંચતાણ વધુ રસાકસીભરી બની રહી છે. પાર્ટીના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પણ હવે પાર્ટી અધ્યક્ષ પદની રેસમાં ઝંપલાવ્યું છે. તેઓ આજે દિલ્હી પહોંચી રહ્યા છે અને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસી નેતા શશિ થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં છે. શશિ થરૂરે તો આ મામલે મધુસૂદન મિસ્ત્રીને મળીને ચૂંટણી પ્રક્રિયા અંગે વાતચીત પણ કરી હતી. આમ પાર્ટીમાં અધ્યક્ષ પદ માટેની ખેંચતાણ વધુ તેજ બની છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ સ્પસ્ટ પણે કહી દીધું છે કે, એક પાર્ટી એક પદ રહેશે, એટલે ટુંકમાં અશોક ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અથવા કોંગ્રેસ પાર્ટી પ્રેસિડન્ટ તરીકે બેમાંથી એક પદ પર જ રહી શકાશે.

આમ ૨૨ વર્ષ બાદ દેશની સૌથી જૂની પાર્ટીના પ્રમુખને ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ચૂંટણીમાં સહભાગી બનવાનો ઈનકાર કર્યો હતો અને ત્યારથી ચૂંટણીના સંકેતો વધી ગયા છે. જાેકે અશોક ગેહલોતના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ભારત જાેડો યાત્રા કરશે.

તો પાર્ટી માટે એક અલગ માહોલ બનશે. પરંતુ રાહુલ ગાંધીની અધ્યક્ષ પદ માટેની નીરસતા બાદ પોતે પણ રેસમાં ઉતરવા ઈચ્છે છે અને સાથે જ મુખ્યમંત્રી પદ પણ જાળવી રાખવા ઈચ્છે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers