Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના મંદસૌરમાં કાર કુવામાં ખાબકતા ૧૦ના મોત

(એજન્સી)મંદસૌર, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની હતી. નારાયણગઢ પોલીસ વિસ્તારના કાચરિયા ગામમાં એક કાર કુવામાં પડી ગઈ હતી. આ ઘટનામાં ૧૦ લોકોના મોત થયા છે. પ્રાથમિક જાણકારી અનુસાર વાનમાં જ ૧૦ લોકો સવાર હતા. Tragedy in Madhya Pradesh’s Mandsaur district: A car carrying over 10 passengers fell into a well near Kachariya Chowpati, Narayangarh.

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. મનોહર સિંહ (ઉંમર ૪૦ વર્ષ) નામના સ્થાનિક યુવકનું કૂવામાં પડી ગયેલા લોકોને બચાવવાના પ્રયાસ દરમિયાન મોત થયું. કારમાં કુલ ૧૩ લોકો સવાર હતા. અકસ્માતમાં કુલ ૧૦ લોકોના મોત થયાના સમાચાર છે. આ ઘટના ત્યારે બની જ્યારે કાર પહેલા બાઇકને ટક્કર મારી અને પછી કૂવામાં પડી ગઈ.

કૂવામાં પડ્‌યા બાદ કારમાંથી એલપીજી ગેસ લીક થવા લાગ્યો, જેના કારણે અંદર ફસાયેલા લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો. અકસ્માત બાદ એક સ્થાનિક યુવકે કાર સવારોને બચાવવા માટે કૂવામાં કૂદી ગયો પરંતુ ગેસ લીકેજને કારણે તેનો પણ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત નીપજ્યું. યુવકના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

દુર્ઘટના અંગની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એસડીઓપી,પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને એસડીએમ સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

કુવામાંથી એક મહિલા, એક નાની છોકરી અને એક કિશોરીને જીવતી બહાર કાઢવામાં આવી. જેથી સારવાર માટે તાત્કાલિક તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકી અન્ય લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કારમાં સવાર તમામ લોકો ઉજ્જૈન જિલ્લાના ઉન્હેલ તાલુકાના રહેવાસી હતા. તેઓ ઉન્હેલથી નીમુચ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.