Western Times News

Gujarati News

મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીનો પ્રી-વેડિંગમાં જલવો

જામનગર, આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નમાં વિશ્વભરમાંથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને તેમની પત્ની શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન આ વર્ષે જુલાઈમાં થશે. આ પહેલા બધાની નજર પ્રી-વેડિંગ કાર્યક્રમ પર છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ દુનિયાભરના આમંત્રિત મહેમાનોમાં સામેલ છે. હાલમાં ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં ઘણી મોટી હસ્તીઓ હાજરી આપી રહી છે. આ ત્રણ દિવસનો કાર્યક્રમ શુક્રવાર, ૧ માર્ચથી શરૂ થયો હતો.

પ્રથમ દિવસે વિશ્વભરમાંથી મોટા ચહેરાઓ ભાગ લેવા આવ્યા હતા. ભારતીય ક્રિકેટમાં પોતાનું નામ બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની પણ આ પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા આવ્યો હતો. સામાન્ય રીતે પબ્લિક ફંક્શનમાં ભાગ્યે જ જોવા મળતો માહી તેની પત્ની સાક્ષી અને દીકરી ઝીવા સાથે પહોંચ્યો હતો.

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના પહેલા દિવસે બ્લેક આઉટ ફિટમાં જોવા મળ્યા હતા. માહી વ્હાઇટ શર્ટ અને બ્લેક ગ્લેઝિંગ બ્લેઝરમાં જોવા મળ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોની બ્લેક બોમાં જોવા મળ્યો હતો. પૂર્વ કેપ્ટનની પત્ની પણ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. આ કપલને સુપર કૂલ માનવામાં આવે છે અને તેમની ડ્રેસિંગ સેન્સ તેમને વધુ આકર્ષક બનાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.