Western Times News

Gujarati News

મુકેશ અંબાણીની ભાવુક સ્પીચે બનાવ્યો માહોલ

જામનગર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની જેમ-જેમ આગળ વધી રહી છે તેમ તેમ લોકોને એ જાણવાની ઉત્સુકતા હશે કે આ પાર્ટી દરમિયાન શું થઈ રહ્યું છે. જામનગરમાં ૩ દિવસની પાર્ટીનો પ્રારંભ થયો છે.

આ કાર્યક્રમમાં ભારત અને દુનિયાભરના બિઝનેસ, પોલિટિક્સ, એન્ટરટેઈનમેન્ટ અને સ્પોર્ટ્‌સ જગતના મોટા મોટા નામો ભાગ લઈ રહ્યા છે. અનંત અંબાણી અને તેમની થનારી પત્ની રાધિકા મર્ચન્ટ બગીમાં સવાર થઈને કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા હતા. પાર્ટીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને “અતિથિ દેવો ભવ” પરંપરા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમના સ્થળેથી અંબાણી પરિવાર અને અન્ય મહેમાનોની ખૂબ જ સુંદર તસવીરો બહાર આવી રહી છે. મુકેશ અંબાણીએ સૌનું સ્વાગત કરતા કહ્યું કે, “અમારા આદરણીય મિત્રો અને પરિવાર, તમને દરેકને નમસ્તે અને ગુડ ઇવનિંગ. ભારતીય પરંપરામાં, અમે મહેમાનોને આદરપૂર્વક મહેમાન કહીએ છીએ. ‘અતિથિ દેવો ભવ’. એનો અર્થ એ થયો કે મહેમાનો ભગવાન જેવા હોય છે.

મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે મેં નમસ્તે કહ્યું હતું, ત્યારે તેનો અર્થ એ થયો કે મારામાં રહેલા ભગવાન તમારામાં રહેલા ભગવાનનો સ્વીકાર કરીને ખુશ છે.

તમે બધાંએ આ લગ્નનો મહિનો શુભ બનાવી દીધો છે. આભાર! તમારો ખૂબ ખૂબ આભાર! જામનગરના રિલાયન્સ ગ્રીન્સ સંકુલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્‌સ, બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અને રણબીર કપૂર સહિત ૨૦૦૦ મહેમાનો ઉપસ્થિત રહેશે.

અમેરિકન સિંગર જય બ્રાઉન અને લોકપ્રિય રેપર નિકી મિનાજના મ્યુઝિક ડાયરેક્ટર એડમ બ્લેકસ્ટોન પણ પ્રિ-વેડિંગ પાર્ટીમાં સામેલ થવા પહોંચ્યા હતા.

આ ઉપરાંત પોપ સિંગર રેહાના પણ આ સેરેમનીમાં હાજરી આપતી જોવા મળી હતી. અંબાણીએ ઉમેર્યું હતું કે, “અનંત અને રાધિકા તમારા આશીર્વાદથી આજીવન ભાગીદારીની સફર શરૂ કરી રહ્યા છે, ત્યારે સૌભાગ્યનો બારમાસી પાક નીકળશે, જેની વિપુલતા ક્યારેય ઓછી નહીં થાય. આજે, મારા પિતા ધીરુભાઈ પણ સ્વર્ગમાંથી પુષ્કળ આશીર્વાદ આપી રહ્યા છે.

મને ખાતરી છે કે તેઓ બમણા ખુશ છે કારણ કે અમે જામનગરમાં તેમના પ્રિય પૌત્ર અનંતના જીવનના આ ખુશી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. જામનગર મારા અને મારા પિતા માટે મારી કર્મભૂમિ (કાર્યસ્થળ) બની ગયું છે. આ એક એવું સ્થળ છે જ્યાં તેને પોતાનું મિશન, જુસ્સો અને હેતુ મળ્યો.

જામનગર સંપૂર્ણપણે વેરાન ભૂમિ હતી, ત્રીસ વર્ષ પહેલાં રણ હતું. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તમે જે જોઈ રહ્યા છો તે ધીરુભાઈના સ્વપ્નની અનુભૂતિ છે.

રિલાયન્સના ઇતિહાસમાં જામનગર ટ‹નગ પોઇન્ટ બની ગયું હતું. તે એક એવું સ્થળ છે જ્યાં અમે ભવિષ્યના વ્યવસાયો અને અનન્ય પરોપકારી પહેલ શરૂ કરીએ છીએ. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમના પરિવારનો એકમાત્ર હેતુ ભારતની સમૃદ્ધિ વધારવાનો અને તેના તમામ લોકોની સુખાકારીમાં ફાળો આપવાનો છે. તેમણે પોતાના મહેમાનોને જણાવ્યું હતું કે, “હું કહું છું કે જામનગર તમને એક નવા ભારતના ઉદયની ઝલક આપશે, જે જીવંત, આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.