#Adipurushમાં લોકોની લાગણીઓ દુભાતા હવે ડાયલોગ બદલશે મેકર્સ

મુંબઈ, ઓમ રાઉતની (Om Raut) આદિપુરુષને દર્શકો અને વિવેચકો તરફથી સમાન અભિપ્રાયો મળ્યા છે. ફિલ્મનું બોક્સઓફિસ પર બંપર ઓપનિંગ થયું છે પરંતુ વિવિધ કારણોસર ફિલ્મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. ડાયલોગ્સ અને વીએફએક્સને લઈને ફિલ્મના મેકર્સ ટીકાનો સામનો કરી રહ્યા છે.
ફિલ્મને એક યાદગાર અનુભવ બનાવવા માટે મેકર્સે ખૂબ મહેનત કરી હતી પરંતુ તેના ડાયલોગ્સે બધી જ મહેનત પર પાણી ફેરવી દીધું છે. એવામાં ફિલ્મ રિલીઝ થયાના ત્રણ દિવસ પછી ડાયલોગ્સને લઈને મેકર્સે મહત્વની જાહેરાત કરી છે. Makers will now change the dialogue in Adipurush
ફિલ્મના મેકર્સ આદિપુરુષના #Adipurush ડાયલોગ્સ બદલવાનો વિચાર કરી રહ્યા છે. ડાયલોગ્સ ફરીથી લખીને આગામી દિવસોમાં તેને થિયેટરમાં દેખાડશે તેવી બાંહેધરી તેમણે આપી છે. ફિલ્મનું બોક્સઓફિસ પર સારું કલેક્શન થઈ રહ્યું છે પરંતુ દર્શકોની નારાજગી સપાટી પર આવતાં હવે મેકર્સે ભૂલ સુધારવાનો ર્નિણય કર્યો છે.
ફિલ્મે બોક્સઓફિસ પર વર્લ્ડ વાઈડ ૧૫૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આદિપુરુષના ડાયલોગ્સ લખનારા રાઈટ મનોજ મુંતશીરે પોતાના બચાવ પક્ષમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “આવી ભાષા ભૂલથી નથી વાપરવામાં આવી પરંતુ જાણી જાેઈને લખવામાં આવી છે જેથી યંગ ઓડિયન્સ તેની સાથે જાેડાઈ શકે.
ભારતના કેટલાય કથાવાચકો આ પ્રકારની ભાષામાં કથા સંભળાઈ ચૂક્યા છે.” પરંતુ હવે તેમણે ડાયલોગ્સને લઈને ટિ્વટર પર એક લાંબી પોસ્ટ મૂકી છે. તેમણે કહ્યું કે, ફિલ્મમાં તેમણે પ્રભુ શ્રીરામનું યશગાન કર્યું છે તેના માટે તો તેમના વખાણ નથી થયા પરંતુ ફિલ્મના ૫ ડાયલોગ્સને લઈને ભારે ટીકા કરી છે.SS1MS