Western Times News

Gujarati News

ઘણી કંપનીઓ ચલાવે છે મુકેશ અંબાણીના થનારા વેવાઈ વિરેન મર્ચન્ટ

નવી દિલ્હી, ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં મુંબઈમાં લગ્ન કરશે.

આ પહેલા જામનગરમાં ૧ માર્ચથી ૩ માર્ચ દરમિયાન બંનેની પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુનિયાભરની અનેક જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ છે. દેશની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં તેનો સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર ઈહર્ષ્ઠિી વાર્ષિક છ અબજથી વધુ ગોળીઓનું ઉત્પાદન કરે છે. મુકેશ અંબાણીના ભાવિ વેવાઈ વિરેન મર્ચન્ટ પણ ઘણી મોટી કંપનીઓમાં ડિરેક્ટર છે.

મર્ચન્ટ પરિવારનો સંબંધ ગુજરાતના કચ્છ પ્રદેશનો છે. ૧૬ જાન્યુઆરી ૧૯૬૭ના રોજ જન્મેલા વિરેન મર્ચન્ટનું બાળપણ મુંબઈમાં વિત્યું હતું. સ્નાતક થયા પછી તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો.

વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ અને વાઈસ ચેરમેન છે. તેઓ એન્કોર નેચરલ પોલિમર પ્રાઈવેટ લિમિટેડ, એન્કોર બિઝનેસ સેન્ટર પ્રાઈવેટ લિમિટેડ, એન્કોર પોલીફ્રેક પ્રોડક્ટ્‌સ પ્રાઈવેટ લિમિટેડ, ઝેડવાયજી ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ, સાઈ દર્શન બિઝનેસ સેન્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ સહિતની કંપનીઓમાં ડિરેક્ટર પણ છે.

પરંતુ તેઓ હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર તેમની કુલ સંપત્તિ લગભગ ૭૫૦ કરોડ રૂપિયા છે. તેમની પત્ની શૈલા મર્ચન્ટ એક સફળ ઉદ્યોગસાહસિક છે. વિરેન અને શૈલાએ ૨૦૦૨માં એન્કોર હેલ્થકેરની સ્થાપના કરી હતી. ૧૮ ડિસેમ્બર ૧૯૯૪ના રોજ જન્મેલી રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે.

ન્યૂયોર્કથી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશનમાં ઈન્ટર્નશિપ કરી હતી. રાધિકાએ રિયલ એસ્ટેટ કંપની ઈસ્પ્રાવામાં જુનિયર સેલ્સ મેનેજર તરીકે પણ કામ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી તે તેના ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગઈ હતી.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર રાધિકા મર્ચન્ટ લક્ઝુરિયસ લાઈફ જીવે છે. તે ડિઝાઈનર કપડાં પહેરે છે અને મોંઘી બેગનો પણ શોખ ધરાવે છે. રાધિકા મર્ચન્ટ ખૂબ જ સ્ટાઈલિશ છે. તેને ડાન્સ, સ્વિમિંગ અને પુસ્તકો વાંચવાનો શોખ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર રાધિકાની નેટવર્થની વાત કરીએ તો તેની નેટવર્થ લગભગ ૮ થી ૧૦ કરોડ રૂપિયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.