માકર્સ અને સ્પેન્સરે અમદાવાદમાં SG Highway પર 97મો સ્ટોર શરૂ કર્યો
અમદાવાદ: આઇકોનિક ફેશન બ્રાન્ડ માર્ક્સ એન્ડ સ્પેન્સરે આજે અમદાવાદમાં પેલેડિયમ મોલમાં તેનો 97મો સ્ટોર શરૂ કર્યો હતો. આ નવો સ્ટોર અમદાવાદમાં બીજો અને ગુજરાતમાં ચોથો સ્ટોર છે.
પેલેડિયમ મોલના બે ફ્લોરમાં 12000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલ આ ઉત્કૃષ્ટ સ્ટોર સમગ્ર ફેમિલી માટે માટે મેન્સવેર, વિમેન્સવેર, કિડ્સવેર, લિંજરી, બ્યુટી, ફૂટવેર અને એસેસરીઝ જેવા સંપૂર્ણ કલેક્શન ઓફર કરે છે.
માકર્સ એન્ડ સ્પેન્સર વધુ સ્ટોર્સ ખોલવાની અને સ્પેસ વિસ્તરણ સાથે સ્થાપિત-હાલના સ્ટોર્સને આધુનિક બનાવવાના સસ્ટેન ગ્રોથ પ્લાન સાથે ભારતીય બજાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.ઓમ્ની-ચેનલ રિટેલર marksandspencer.in, અજીઓ, મિન્ત્રા, એમેઝોન અને ઝિવામી માં ડિજિટલ પ્રેઝેન્સ સાથે 97 સ્ટોર્સસાથે 35 થી વધુ શહેરોમાં તેની હાજરીનો વિસ્તાર કરે છે.
આ પ્રસંગે બોલતા, માકર્સ એન્ડ સ્પેન્સર રિલાયન્સ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રિતેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમે આજે શહેરમાં અમારો બીજો સ્ટોર ખોલવા માટે ઉત્સાહિત છીએ. અમારા ગ્રાહકોને હાઈ ક્વોલિટી અને ટ્રેન્ડી સ્ટાઈલ ગમે છે, અને અમારો નવીનતમ સ્ટોર શ્રેષ્ઠ ગ્રાહક સેવા સાથે તે જ ડિલિવર કરે છે.”
પૅલેડિયમ મૉલ ખાતેનો આ નવો સ્ટોર ચીક, કન્ટેમ્પરરી અને એફર્ટલેસ સ્ટાઈલ પ્રદર્શિત કરે છે. વુમેન્સવેરમાં પિન્ક કલરના બ્લશ અને પ્રિન્ટ્સ અને મેન્સવેરમાં ડેનિમ ઈન્સ્પાયર્ડ હ્યૂઝ સાથે નવા સ્પ્રિંગ કલેક્શનનું લોન્ચિંગ થયું છે. મેન્સવેર રેન્જની એક ટીશર્ટ માટે રૂ. 899,
પોલો માટે રૂ. 1499 અને ચીનોસ માટે રૂ. 1999થી શરૂ થાય છે. વુમન્સ વેર રેન્જ ટીશર્ટ માટે રૂ. 799થી શરૂ થાય છે, મહિલાઓ માટે પુલ ઓન જેગિંગ્સની કિંમત રૂ. 1799, લિનેન શર્ટ અને ટોપ માટે રૂ. 2999 હોય છે, જ્યારે હેન્ડ ક્રીમ માટે બ્યૂટી & સ્કિન કેર રૂ.299થી શરૂ થાય છે, શાવર જેલ રૂ. 399 અને ચિલ્ડ્રન વેર રૂ. 499થી શરૂ થાય છે.
• માકર્સ એન્ડ સ્પેન્સરે ભારતમાં તેનો પ્રથમ સ્ટોર 2001માં ખોલ્યો અને એપ્રિલ 2008માં માર્ક્સ એન્ડ સ્પેન્સર રિલાયન્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ બનાવવા માટે રિલાયન્સ રિટેલ સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા.
• M&S પાસે હવે દિલ્હી, ગુડગાંવ, નોઈડા, અમૃતસર, મુંબઈ, પુણે, કોલકાતા, બેંગ્લોર, ચેન્નાઈ, કોચી, બરોડા, ભોપાલ, સુરત, કાનપુર, હૈદરાબાદ, ચંદીગઢ અને જલંધર સહિત 35 શહેરોમાં 97 સ્ટોર્સ છે.
• 1884 માં સ્થપાયેલ, માકર્સ એન્ડ સ્પેન્સર એ યુકેના અગ્રણી રિટેલર્સ પૈકી એક છે.
• માર્ક્સ એન્ડ સ્પેન્સર વિશ્વભરમાં અને ઓનલાઈન 1,463 માર્ક્સ એન્ડ સ્પેન્સર સ્ટોર્સમાં ઓફર કરે છે તે ઉચ્ચ ગુણવત્તા, કપડાં દ્વારા તેના ગ્રાહકો માટે દરેક ક્ષણને વિશેષ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
• આંતરરાષ્ટ્રીય સ્તરે, માકર્સ એન્ડ સ્પેન્સર 57 બજારોમાં વેપાર કરે છે, જેમાં 405 થી વધુ સ્ટોર્સ અને 33 બજારોમાં ઓનલાઈન હાજરી છે.