મારૂતિ સુઝુકીની નવી ઇકો.વધારે દમદાર, ઓછુ ઇંધણ વાપરે અને વધારે સ્ટાઇલિશ
મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ઓછું ઇંધણ વાપરે તેવું (વધારે ફ્યુઅલ-એફિશિયન્ટ) નવું અને વધારે શક્તિશાળી એન્જિન ધરાવતી નવી ઇકો રજૂ કરી છે. દેશની સૌથી વધારે વેચાતી વાન+ મારૂતિ સુઝુકી ઇકો છેલ્લા કેટલાય સમયથી આ સેગમન્ટમાં પોતાનું એકધારું પ્રભુત્વ ધરાવે છે. Maruti Suzuki New Eeco. More Power, More Fuel-Efficient and More Style
આ સફળતાના આધાર ઉપર નિર્માણ થયેલી નવી ઇકોને ગ્રાહકોની ઉભરી રહેલી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડ્યુઅલ-પર્પઝ વ્હિકલ તરીકે નવીન એન્જિનિયરિંગના કમાલ સાથે વિકસાવવામાં આવી છે. તે આરામદાયક અને વધુ જગ્યા ધરાવતી ફેમિલી કાર શોધી રહેલા ગ્રાહકોની અને ફ્લેક્સિબલ ઇન્ટિરિયર સ્પેસ સાથે પ્રેક્ટિકલ વ્હિકલની જરૂરિયાત ધરાવતાં ઉદ્યમીઓની જરૂરિયાતો આત્મવિશ્વાસ સાથે પરિપૂર્ણ કરે છે.
નવા અલગ રીતે તૈયાર કરાયેલા ઇન્ટિરિયર અને લેટેસ્ટ ટેક્નોલોજી તથા ફિચર્સનો સંગમ ધરાવતી નવી ઇકો માલિકો તેના પ્રત્યે ગર્વ અનુભવે અને તેમના પરિવારને પણ તે આકર્ષક લાગે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
નવી ઇકોના લોન્ચ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સ પ્રભાગના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “પોતાના લોન્ચથી જ ઇકો છેલ્લા દાયકામાં 9.75 લાખથી વધુ માલિકોની પહેલી અને ગર્વપૂર્ણ પસંદગી રહી છે
અને પોતાના સેગમન્ટમાં 95% માર્કેટ શેર સાથે તે નિર્વિવાદપણે લીડરશિપ ધરાવે છે. અનેક પરિવારોના જીવનનો હિસ્સો હોવાથી અને લાખો ઉદ્યમીઓ અને વ્યાવસાયિકોને આજીવિકા પૂરી પાડી હોવાથી નવી ઇકો પણ એક વિશ્વસનીય અને કાર્યક્ષમ વ્હિકલ હોવાની છબી જાળવી રાખશે.
તે આરામદાયક, સ્ટાઇલિશ અને સ્પેસિયસ ફેમિલીવ્હિકલ તરીકે ગ્રાહકોની પસંદગીઓની વિશાળ શ્રેણીને પરિપૂર્ણ કરવાની સાથે સાથે વ્યાવસાયિક ઉપયોગ માટે પણ આગવી સુવિધાઓ પૂરી પાડશે. એડવાન્સ પાવરટ્રેઇન, પહેલા કરતાં વધારે માઇલેજ અને નવા ફિચર્સ ધરાવતી બહુમુખી મલ્ટી-પર્પઝ વાન તેના માલિકોને ગર્વની અનુભૂતિ આપે છે
અને જીવનને ઇષ્ટતમ રીતે જીવવામાં ઉપયોગી નિવડે છે. તે તેના લેટેસ્ટ અવતારમાં નવીન આત્મવિશ્વાસ સાથે સંપૂર્ણ નવો અભિગમ પ્રદર્શિત કરે છે. અમને વિશ્વાસ છે કે ઇકો તેના સેગમન્ટમાં પ્રભુત્વ જાળવી રાખવાનું ચાલુ રાખશે અને ગ્રાહકોની ભરપૂર પ્રશંસા પ્રાપ્ત કરશે.”
નવી ઇકો દરેક રીતે વધુ કાર્યક્ષમતા ઉપલબ્ધ કરે છેઃ
મારૂતિ સુઝુકીની નવી ઇકોની સૌથી નોંધપાત્ર અપડેટ તેનું 1.2L એડવાન્સ K-સિરિઝ ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન છે જે વધારે શક્તિશાળી છે અને ઓછું ઇંધણ વાપરે છે. નવુ એન્જિન 59.4kW (80.76 PS) @6000rpmનો 10%વધુ પાવર આઉટપુટ અને 104.4Nm@3000rpmનો ટોર્ક આઉટપુટ (પેટ્રોલ વેરિઅન્ટ માટે) પૂરો પાડે છે.
નવી ઇકોનું પેટ્રોલ વર્ઝન 25% વધારે ફ્યુઅલ-એફિશિયન્ટ#છે જે 20.20 km/l સુધીની માઇલેજ પૂરી પાડે છે, જ્યારે S-CNG વર્ઝન 29% વધારે ફ્યુઅલ-એફિશિયન્ટ#બન્યું છે અને 27.05 km/kg સુધીની માઇલેજ પૂરી પાડે છે.
ડ્રાઇવનો વધારે જીવંત અનુભવ પૂરો પાડવા માટે સુગમતા અને ઉપયોગીતાના એક અદભૂત સંગમ સાથે ડિઝાઇન થયેલી નવી ઇકોના ઇન્ટિરિયરની સુંદરતામાં ઉમેરો કરવામાં આવ્યો છે. તે ડ્રાઇવર ફોકસ કંટ્રોલ્સ, ઇન્કલાઇન ફ્રન્ટ સિટ, કેબિન એર-ફિલ્ટર (AC વેરિઅન્ટમાં), નવા બેટરી સેવર સાથે ડોમ લેમ્પ ફંક્શન વગેરે જેવા અદ્યતન ફિચર્સ ધરાવે છે.
નવી ઇકો એક સલામત ડ્રાઇવ સુનિશ્ચિત કરવા માટે અન્ય સ્ટાન્ડર્ડ સેફ્ટી ફિચર્સની સાથે સાથે એન્જિન ઇમ્મોબિલાઇઝર, ઇલ્યુમિનેટેડ હાઝર્ડ સ્વિચ, ડ્યુઅલ એરબેગ્સ, ABS વિથ EBD, સ્લાઇડિંગ ડોર્સ અને વિન્ડો માટે ચાઇલ્ડ લોક, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ વગેરે જેવા 11+ સેફ્ટી ફિચર્સથી સજ્જ છે.