Western Times News

Gujarati News

ઈરાકમાં એક લગ્ન સમારોહમાં ભીષણ આગ: ૧૧૩ના મોત

બગદાદ, ઉત્તર ઈરાકમાં એક લગ્ન સમારોહમાં લાગેલી આગથી ઓછામાં ઓછા ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ૧૫૦ અન્ય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ પીડિતોમાં દુલ્હા અને દુલ્હન પણ સામેલ હોવાનું કહેવાય છે. બીબીસીના રિપોર્ટ મુજબ આ આગ ઈરાકના ઉત્તર નિનેવેહ પ્રાંતના અલ હમદાનિયા જિલ્લામાં મંગળવારે મોડી સાંજે લાગી.

હજુ એ સ્પષ્ટ નથી કે આગ કયા કારણથી લાગી, પરંતુ પ્રાથમિક રિપોર્ટ્‌સમાં કહેવાય છે કે આતિશબાજી થયા બાદ આગ લાગી. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ નિનેવેહના ડેપ્યુટી ગવર્નર હસન અલ અલ્લાકે કહ્યું કે મૃતકોની સંખ્યા ૧૧૩ છે.

ઈરાક સમાચાર એજન્સી નીના દ્વારા પોસ્ટ કરાયેલી એક તસવીરમાં ફાયર બ્રિગેડના કર્મીઓ આગને કાબૂમાં કરવાની કોશિશ કરતા જાેઈ શકાય છે અને સોશિયલ મીડિયા પર સ્થાનિક પત્રકારોની તસવીરોમાં ઈવેન્ટ હોલના બળેલા અવશેષો જાેવા મળી રહ્યા છે. એવું કહેવાય છે કે ઈમારતમાં જ્વલનશીલ પેનલોએ આગ ભડકાવવામાં મદદ કરી હશે, જેનાથી આયોજન સ્થળની છત નષ્ટ થઈ. ઈરાકના નાગરિક સુરક્ષા નિદેશાલયે કહ્યું કે અત્યાધિક જ્વલનશીલ, ઓછા ખર્ચવાળી નિર્માણ સામગ્રીના ઉપયોગના પરિણામ સ્વરૂપે આગ લાગવાથી હોલના કેટલાક ભાગ ધસી ગયા જે આગ લાગવાની ગણતરીની મિનિટોમાં ધસી પડ્યા.

રોયટર્સના જણાવ્યાં મુજબ પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે જ્યારે સ્થાનિક સમય મુજબ લગભગ ૧૦.૨૫ વાગે (૧૯.૪૫ ય્સ્‌) ઈમારતમાં આગ લાગી તો સેકડો લોકો જશ્ન મનાવી રહ્યા હતા. ૩૪ વર્ષના ઈમાદ યોહાના જે બચી ગયા તેમણે કહ્યું કે અમે જાેયું કે આગ હોલથી બહાર આવી રહી હતી. જે લોકો ચેતી ગયા તે સંભાળીને બહાર નીકળી ગયા અને જે ન સંભાળી શક્યા તે ફસાઈ ગયા.

અધિકૃત નિવેદનો મુજબ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો મોકલવામાં આવી છે. ઈરાકના પ્રધાનમંત્રીએ અધિકારીઓને કહ્યું કે તેઓ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે તમામ પ્રયત્નો કરે. તેમના કાર્યાલયે એક્સ પર એક પોસ્ટમાં આ વાત કરી.

વિસ્તારની રાજધાની મોસુલના પૂર્વમાં આવેલા કસ્બા હમદાનિયાહની મુખ્ય હોસ્પિટલમાં ડઝન જેટલા લોકો ઘાયલોની મદદ માટે રક્તદાન કરવા પહોંચ્યા. વિસ્તારના ગવર્નરે આઈએનએને જણાવ્યું કે ઘાયલોને નિનેવે ક્ષેત્રની હોસ્પિટલોમાં ખસેડી દેવાયા છે. તેમણે કહ્યું કે મોત અને ઘાયલોની સંખ્યા નિશ્ચિત નથી તે હજુ વધી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.