Western Times News

Gujarati News

ચારુસેટમાં સૌપ્રથમ વાર મેગા ‘એજયુકેશન એકસ્પો-૨૦૨૪’નું આયોજન

(પ્રતિનિધિ) નડિયાદ, ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓના સર્વાંગી વિકાસાર્થે સતત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે ઉમદા હેતુથી ચારુસેટ કેમ્પસના ઇતિહાસમાં સૌપ્રથમ વાર તારીખ ૨૭ થી ૨૯ એપ્રિલ દરમિયાન ૩ દિવસ માટે ‘ચારુસેટ એજયુકેશન એકસ્પો-૨૦૨૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. Mega ‘Education Expo-2024’ organized for the first time in Charuset

તારીખ ૨૭મી એપ્રિલ, શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે ચારુસેટ એજયુકેશન એકસ્પો-૨૦૨૪નું ભવ્ય ઉદ્ઘાટન ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને અતિથિવિશેષ તરીકે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

આ એકસ્પો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમોની વિશાળ શ્રેણીની માહિતી પ્રાપ્ત કરવા, ઇન્ટરેકિટવ વર્કશોપ અને સ્પીકર સીરીઝમાં જોડાવા અને વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે વ્યાપક પ્લેટફોર્મ બનશે. ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે “આ એકસ્પો વિધાર્થીઓ,

વાલીઓ, શિક્ષકો અને ઉદ્યોગ વ્યાવસાયિકોને ચારુસેટમાં અને ભવિષ્યમાં ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક તકોની શોધ માટે સર્વગ્રાહી પ્લેટફોર્મ પ્રદાન કરવા યોજવામાં આવ્યો છે.”તારીખ ૨૭મી એપ્રિલ, શનિવારે સાંજે ૬ થી ૮ દરમિયાન સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડમાં લાઈવ કોન્સર્ટ યોજાશે જેમાં ઇન્ડિયન આઈડલના વિજેતા પવનદીપ રાજન અને અરુનીતા કાનજીલાલ મનોરંજન કરશે. આ નિમિત્તે ચારુસેટ એલ્પની મીટ ‘સંયોજન’ નું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.