સીટીબસની એજન્સીની મહેસાણા પાલિકાને નોટીસઃ 1.26 કરોડ નુકસાનનો દાવો
મહેસાણામાં સીટીબસની જુની એજન્સીએ પાલિકાને નોટીસ ફટકારી -નુકસાનના રૂ.૧.ર૬ કરોડ મેળવવાનો દાવો કર્યો
મહેસાણા, મહેસાણામાં સીટી બસ સેવા માટે પાલીકાઓ ટેન્ડર પ્રક્રિયા કરી છે. ત્યારે જુની એજન્સીઓ પાલીકાએ કાપેલી પેનલ્ટીની રકમ સહીત નુકશાનના રૂ.૧.ર૬ કરોડ મેળવવાનો દાવો કરી પાલીકાને નોટીસ ફટકારી છે.
ગુરુકુપા ટ્રાવેલ્સ એજન્સીના ભાગીદાર બ્રિજેશકુમાર બારોટ વતી એમના વકીલે પાલીકાને આપેલી સ્ટેચ્યુટરી નોટીસમાં જણાવ્યું છે કે, ર૦ર૧માં ૮ સીટીબસોનું ૬૦ માસ તથા રીન્યુ સાથે બીજા પ વર્ષ એમ કુલ ૧૦ વર્ષ માટે સીટીબસોના સંચાલનનું ટેન્ડર મંજુર કરેલું હતું.
જેના એગ્રીમેન્ટ મુજબ દર માસના અંતે પાલીકાએ એજન્સી બિલનું ચુકવણું કરવાનું હોવા છતાં નવેમ્બર-ર૩થી માર્ચ-ર૪ સુધીના રૂ..પ૦,૩૩,૬૮૧ અને એપ્રિરલ ર૪થી જુન-ર૪ સુધીના રૂ.૩૩,૬પ,૧૧૮ મળીને કુલ રૂ.૮૩,૯૮,૭૯૯ બીલ પેટે લેવાની બાકી નીકળતી રરકમ પેટે કુલ રૂ.૩૭,૯ર,૭૪૮ ઉચ્ચક ચુકવી આપ્યા હતા. બસોના પાર્કીગની જગ્યા ફાળવી નથી.
ટ્રાન્સપોર્ટ ઓફીસ માટે સુવિધા આપી નથી જે વ્યવસ્થા એજન્સીઓ કરવી પડી હોઈ ખર્ચ કરવો પડયો છે. એકતરફી અને ગેરકાયદે કોન્ટ્રાકટ રદ કરી દેવાયો હોવાનું કહી વિવિધ પ્રકારે થયેલું નુકશાન વગેરે મળીને કુલ રૂ.૧,ર૬,પપ,૦૦૦ પાલીકા પાસેથી મેળવવાનો દાવો કરાયો છે.